હું આ પાર,તમે પેલે પાર.
વચે વહેતી આ-લોક ધારા ;
તરી તરીને કેટલું તરું ?
અટવાવે વમળ ની માયા .!
સંબંધોનાં વમળ,મમતાનાં વમળ,
પગ ખેંચે છે,મત્સરના મગર .
મને એક વામ્ભ પણ નથી દેતાં તરવા .
હાથ થાક્યાં, શ્વાસ હાફ્યાં ;
ઝઝૂમી રહી છે "બેલા"
હસો નહી શ્યામ ! થામો;
નહીં તો
રહી જઈશ હું
આ પાર અને તમે પેલે પાર !
બેલા
૧૬-૩-૨૦૧૨ ૫.૩૦.પી.એમ.
No comments:
Post a Comment