સહપાઠીઓ સાથે સમાલોચના કરતાં મારી મતિ પ્રમાણે જે અને જેવું સમજાયું તે અહીં રજૂ કર્યું છે . ગીતાનો 4થા અધ્યાય , જેનું નામ અહીં છે , "જ્ઞાન કર્મ સંન્યાસ યોગ ". કોઈક ગીતા-પુસ્તકમાં "કર્મબ્રહ્માર્
Showing posts with label ગીતાના એક અંશ ઉપર વક્તવ્ય. Show all posts
Showing posts with label ગીતાના એક અંશ ઉપર વક્તવ્ય. Show all posts
ગીતાના એક અંશ ઉપર વક્તવ્ય
20 શ્લોક :- ત્યક્તવા કર્મફલાસંગં નિત્યતૃપ્તો નિરાશ્રય :
કર્મણ્યભિપ્રવૃતોપિ નૈવ કિંચિ ત કરોતિ સ:
પહેલો શબ્દ છે , ત્યક્તવા એટલે જેણે છોડી દીધું છે . ત્યાગ શબ્દ ઉપરથી આ શબ્દ આવેલો છે . ત્યાગ -છોડવું .એનું ભૂતકાળ ત્યક્ત -છોડી દીધું ત્યાગ કર્યો છે નું આ ટૂંકું સ્વારૂપ છે ત્યક્ત. અને "વા" એટલે "જેણે " . શું છોડી દીધું છે ? તો , બીજો શબ્દ આવે છે ; "કર્મફળ આસંગ " આસંગ એટલે આસક્તિ . -એટટેચમેન્ટ - લાલચ શબ્દ પણ સાદી ભાષામાં કહી શકાય . શેની આસક્તિ છોડી છે ? તો કહે છે ; કર્મફળની . અહીં એક ચરણ પૂરું થયું . બીજામાં કહે છે ,"નિત્યતૃપ્તો "નિત્ય એટલે હંમેશા , રોજરોજ , આપણે બોલીયે છીએ ને "નિત નિત નવાં રૂપ ધરે છે . પછી આવ્યું ; " તૃપ્તો " એટલે સંતોષી . તરસ લાગી; પાણી પીધું; તૃપ્તિ થઇ,-સંતોષ થયો . હમેશા સંતોષી રહે છે એટલે કે કોઈ પણ સંજોગોમાં સંતોષી રહે છે . ત્યાર પછી શબ્દ છે; "નિરાશ્રય :" નિ :+આશ્રય આમ નિ : નો વિસર્ગ "આ "સાથે જોડાયો તેથી અર્ધ"ર " (અહીં લખી શકતો નથી ) થઇ "રા" બની ગયો . અને શબ્દ બન્યો "નિરાશ્રય " નિ "એટલે નહીં અને આશ્રય એટલે આધાર , શરણું , જે ઈશ્વર સિવાય બીજા કોઈને આધારે કે શરણે રહેતો નથી . ભોગ ઉપભોગની માંગણીઓના આશ્રયે કે શરણે જતો નથી.
હવે 3જા ચરણમાં કહે છે , "કર્મણિ અભિ પ્રવૃત્ત: અપિ " આ 4 શબ્દ સમૂહનો એક શબ્દ બન્યો છે . આપણે "અપિ "થી શરૂ કરીએ . અપિ એટલે " છતાં પણ " . ઉપલી લીટીમાં જણાવ્યા અનુસાર રહેતો હોવા છતાં પણ જે " પ્રવૃત્ત: " પ્રવૃત્તિ કરે છે . કેવી રીતે ? તો, " અભિ " એટલે કે ઊંડાણ પૂર્વક , નિષ્ઠાપૂર્વક , વફાદારી પૂર્વક, ખંતપૂર્વક . પછી આવે છે ; "કર્મણિ "એટલે કર્મ કરે છે . અને હવે 4થું ચરણ . "નૈવ" ન+ઇવ ઇવ એટલે કાંઈ જ અને ન એટલે નથી , "કિંચિત = જરા પણ ,જરા જેટલું ય ."કરોતિ " કરે છે ."સ:" ==તે
આખ્ખા શ્લોકનું સળંગ વાક્ય આમ બનશે . " જે , કર્મફળની આસક્તિ (ઈચ્છા, લાલસા ) રાખ્યા વગર , ;જે હંમેશા કોઈ પણ સંજોગોમાં સંતોષી રહે છે ; જે ભૌતિક ઇન્દ્રિયોથી આનંદ મેળવતો નથી કે ઇન્દ્રિયોના આશરે નથી ; જેણે ઇન્દ્રિયોને વશ કરી છે અને ભગવાનના આશ્રયે રહે છે ; છતાં પણ કર્મના ઊંડાણમાં જઈ ખંત પૂર્વક , નિષ્ઠાથી , વફાદારીથી કર્મ કરે છે ; - તે કર્મ કરતો હોવા છતાં જરા પણ કર્મ કરતો નથી , અકર્મી છે ." અહીં અકર્મ કોને કહેવાય તે સમજાવ્યું છે . અકર્મ એટલે આળસુ બનીને " ઝાડ પરથી ફળ પાકીને આપમેળે મારા મોંમાં આવી પડશે અને હું ખાઈશ " એવું વિચારી ઝાડ નીચે પડયા રહેવું એમ થતો નથી . અહીં 20મો શ્લોક પૂરો થયો . 21માં ઉપર જતાં પહેલાં થોડું કર્મના પ્રકાર વિષે .
કર્મ 3 વિભાગમાં વહેંચી શકાય . 1- નિત્ય કર્મ , 2- નૈમિત્તિક કર્મ , 3 - કામ્ય કર્મ .
નિત્ય કર્મ એટલે , જીવન જીવવા માટે અને શરીર માટે ,રોજ જે કાર્યો કરવા પડે અને કરીએ તે . સાવ સાદો અર્થ લઈએ તો , ઉઠવું , નહાવું , ખાવું , ઘરખર્ચ માટે કમાવું રાત્રે સુઈ જવું .આ બદ્ધાં અનિવાર્ય કર્યો છે ; અને આ કર્મ કોઈ ફળ માટે નથી ; જરૂરી છે માટે કરીએ છીએ . માટે ,આ કર્મો બન્ધનકર્તા નથી ,પણ, હા, જો ઘરખર્ચ માટે કમાણી કરતાં કોઈને છેતરીએ અથવા ચોરી લુંટફાટ કરીએ ,તો , એ કર્મનું બન્ધન થાય અને તે ભોગવવું પણ પડે.
બીજું કર્મ છે " નૈમિત્તિક કર્મ " કોઈક કારણસર- કશાક નિમિત્તે કરેલું કાર્ય . દા.ત. આપણે રસ્તે ચાલતાં કોઈ વૃદ્ધને કે અશ્ક્તને વજન ઉપાડીને જતાં જોઈએ અને એની મદદે જઈને વજન ઊંચકી લઈને એ વક્તિને એના ગંતવ્ય સ્થાને પહોંચાડીએ તો એ આપણી ભાવના નિમિત્ત બની અને એ કર્મ નૈમિત્તિક બન્યું. ધરતીકંપ, પૂર, સ્ખલન -હોનારત ,આ સમયે તન મન કે ધન થી જે મદદની પ્રવૃત્તિ કરીએ તે નૈમિત્તિક કર્મ બને .કર્મ કરવાનું નિમિત્ત મળ્યું .
3જુ છે , " કામ્ય કર્મ " આમાં આપણે આપણી પોતાની કામનાની, ઈચ્છાની પૂર્તિ અર્થે કર્મ કરીએ . હું અહીં મારો જ દાખલો આપું. હું કાંઈક ઠીક ગાઈ શકું છું એવા ભાવ સાથે મને ઈચ્છા થઇ કે હું મારું ગાયેલું ગીત બીજાઓને સંભળાવું. અને મેં મારું ગીત વહેતુ મૂક્યું તો એ મારું કામ્ય કર્મ થયું . મારી કામનાના ફળ સ્વરૂપે એ કર્મ થયું. એ જ રીતે કોઈને પોતાના ઘરે કોઈ પ્રસંગ હોય અને તે માટે વાહ વાહ મેળવવાની ઈચ્છા થાય તો એ વક્તિ પ્રસંગને ભવ્ય બનાવવાનો પ્રયત્ન કરે તો એ કામ્યકર્મ થયું . મનોરંજનના કાર્યક્રમ કે મોટા યજ્ઞ કે કોઈક પ્રકારના ફાયદા માટે પ્રસંગ ઉભો કરીને કર્મ કરે તે કામ્યકર્મ .
આમાં બીજા બે પ્રકારના કર્મ પણ આવે છે . "નિષિદ્ધ કર્મ " અને "પ્રાયશ્ચિત કર્મ " નિષિદ્ધ કર્મ એટલે જે ન કરવા જેવાં કર્મો હોય તે . ચોરી , જુગાર , અસત્ય , વ્યભિચાર , ખૂન ,વિગેરે નિષિદ્ધ કર્મો છે .
આગળ ઉપર મેં જણાવ્યું કે બદ્ધાં જ કર્મો અર્પણ કરીને કર્મબન્ધન થી બન્ધાતા નથી, પણ એવું નથી આવાં નિષિદ્ધ કર્મ ,( શાસ્ત્રોમાં આને ન કરવા જેવા કર્મો કહયાં છે ) " બ્રહ્માએ મને નિમિત્ત બનાવીને મારા થકી કરાવ્યા છે માટે તેમને અર્પણ. હું બન્ધમાંથી મુક્ત " એવું નથી . આ તો માનવી પોતાની ક્ષુબ્દ્ધ બુદ્ધિને આશ્રયે અને અજ્ઞાનતાથી કરે છે .અને તે બન્ધન ને પાત્ર જ હોય છે જેના ફળ ભોગવવા જ પડે છે . આ નિષિદ્ધ કર્મ માટે બીજો શબ્દ છે " વિકર્મ " વિનોબા ભાવે ના મત પ્રમાણે "વિકર્મ "એટલે વિશેષ કર્મ .કોઈ વ્યક્તિ હૃદયથી , પૂર્ણ પ્રેમભાવથી ઈશ્વરને અર્પણ કરવાના ભાવથી કોઈક સતકર્મ (નિત્ય, નૈમિત્તિક કે કામ્ય )કરે તો તે વિશેષ - વિકર્મ બને છે .
પ્રાયશ્ચિત કર્મ . વ્યક્તિને જ્યારે એમ લાગે કે પોતે કાંઈક ખોટું કર્યું છે , અને એનો પસ્તાવો થાય અને પસ્તાવાના ભાવ સાથે ક્ષમા માંગે તો એ પ્રાયશ્ચિત કર્મ થયું .આપણા વર્તનથી કે વાણીથી કોઈને હાનિ પહોંચી હોય કે મનદુ :ખ થયું હોય એવું આપણને લાગે અને પ્રાયશ્ચિત રૂપે એ સામી વ્યક્તિ પાસે જઈ ક્ષમા માંગીએ તો એ પ્રાયશ્ચિચિત કર્મ કર્યું કહેવાય . કેટલાંક પ્રાયશ્ચિત રૂપે ઉપવાસ કરે છે ,કેટલાંક મન્દીરમાં કે મનમાં ઈશ્વર પાસે ક્ષમા માગીને પણ પ્રાયશ્ચિત કરે છે .આટલું કર્મ ના પ્રકાર વિષે જણાવ્યા પછી 21માં શ્લોક તરફ વળીએ .
21માં શ્લોક,માં અકર્મ કે અકર્તાભાવની વાત જુદા શબ્દોમાં કહે છે . 3જ અધ્યાયમાં પણ એમણે કર્મ શબ્દ સમજાવ્યો છે અહીં ફરીથી કહે છે .
નિરાશીર્યતચિત્તાત્મા ત્યક્તસર્વપરિગ્રહઃ
શારીરં કેવલં કર્મ કુરુવન્નપ્નોતિ કિલ્બિષં ।
પહેલો નિ : આશી : યદ્દ ચિત્ત આત્મા . નિ : એટલે નહીં , આશી એટલે ફળની ઈચ્છા અથવા કાંઈક મેળવવાની આશા , ત્યાર પછી 3 શબ્દોનો સમૂહ છે . યદ્દ = જે , ચિત્ત = મન અને આત્મા =એટલે -અહીં બુદ્ધિનો અર્થ લેવાય છે . (ગીતામાં "આત્મા" શબ્દ ઘણી જગ્યાએ વપરાયો છે. દરેક વખતે શ્લોકના સંદર્ભમાં જુદા અર્થ લેવાય છે )એટલે કે મન અને બુદ્ધિને વશમાં રાખે છે .ત્યાર પછી શબ્દ છે ; "ત્યક્ત " = છોડીને "સર્વ"= બધું જ , "પરિગ્રહઃ "= સંગ્રહ . આમાં પૈસા, વાસણ , કપડાં , અનાજ ,અરે ! પેન, પેન્સિલ , ઘડિયાળ જેવી વસ્તુઓ, આ બધાના સંગ્રહની સાથે સાથે સમજવાનું છે કે , મનની ગાંઠો, દ્વેષ, કોઈ સાથેના સમ્બન્ધમાં રહેલો મોહ, વિષાદ ક્રોધ, તિરસ્કાર,વિગે સારા ખોટા ભાવોનો સંગ્રહ -પરિગ્રહ કરવાનો નથી . ટૂંકમાં , ભૌતિક અને માનસિક રીતે કશું એ સંઘરવાનું નથી .મનની ગાંઠ કે ગઠરી કાંઈ સંઘરવાનું નથી . " શારીરં કેવલં " = માત્ર શરીરથી જ અને શરીર માટે જ કર્મ કરે છે . "ન આપ્નોતિ " = નથી અને આપ્નોતિ =લેપાતો .શેનાથી નથી લેપાતો ? તો કહે છે ," કિલ્બિષં "થી = પાપથી .
આ શ્લોકનું આખું વાક્ય આમ બને :- "જે આશા રહિત છે , મન બુદ્ધિને વશમાં રાખે છે ,જેણે સર્વનો સંગ્રહ છોડી દીધો છે ,( પ્રોપ્રાઇટરશિપ ઓવર પઝેશન ), જે માત્ર શરીરથી શરીર માટે જ જરૂરી કર્મ કરે છે ; તે , કર્મ કરવા છતાં કોઈ પાપથી લેપાતો નથી , એટલે કે કર્મબન્ધનમા પડતો નથી . "
22માં શ્લોક
યદૃછાલાભસંતુષ્ટો દ્વન્દ્વાતીતો વિમત્સર:
સમ:સિદ્ધાવસિધ્ધો ચ કૃત્વાપિ ન નિબધ્યતે ।
આમ " શારીરં કેવલં કર્મ " શું છે તે સમજાવે છે ." યદ્દ યચ્છ"= સહજ રીતે સ્વાભાવિક રીતે " " લાભ " =મળેલાથી " સંતુષ્ટો , "= સંતોષી . "દ્વંદ્વ અતીતો " =મનના ઘર્ષણથી પર . રાગ-દ્વેષ, માયા- તિરસ્કાર , ગમો-અણગમો ,વિગેરે મનની ગડમથલથી પર ; "વિમત્સર " = ઈર્ષ્યા વિગેરેથી વિમુખ છે .ત્યાર પછી આવે છે ; "સમ: સિદ્ધવસિદ્ધો " = જે બધામાં સમત્વ- સમભાવ ધરાવે છે . લાભ-ખોટ , સુખ-દુ:ખ , અમીરી-ગરીબી , સફળતા-નિષ્ફ્ળતા બધું જ સરખેભાવે સ્વીકારે છે . આ રીતે જીવીને કર્મ કરવા થી કર્મબન્ધનથી બઁધાતો નથી . આખા શ્લોકને આ રીતે મુકાય . " જે વ્યક્તિ અનાયાસે , સહજ રીતે મળેલા લાભથી શરીરના પોષણ માટે કરેલાં કાર્યથી સંતુષ્ટ રહે છે , જે દ્વન્દ્વ એટલે કે વિરોધાભાસી માનસથી -વિચારોથી ઉપર ઉઠી ચુક્યો છે, જે સ્થિર છે, જેને સફળતા કે નિષ્ફ્ળતામાં સમભાવ છે - બન્નેને એક જ દ્રષ્ટિથી સ્વીકારે છે , ; તે , કર્મ કરવા છતાં કર્મબન્ધનથી બઁધાતો નથી ."
આ રીતે પણ લખાય .
જેમને કોઈ જાતની આશા નથી .જેમણે સર્વ સંગ્રહનો ત્યાગ કર્યો છે -અપરિગ્રહવ્રત રહે છે ,જેમને અનાયાસે જ જે મળે તેમાં સંતોષ છે . જેમના મનમાં દ્વંદ્વ -મારું-તારું , સુખ-દુ:ખ કશું જ નથી . જેમને , શરૂ કરેલું કાર્ય પૂર્ણ થાય એટલે કે સિદ્ધિ મળે કે અપૂર્ણ રહયાથી અસિદ્ધિ મળે ; અથવાતો બહુજ નીષ્ઠાપૂર્વક કાર્ય કરવા છતાં અસિદ્ધિ મળે ,તેનો કોઈ હર્ષ -શોક નથી; સમભાવ છે . ;આવી વ્યક્તિ શરીરના નિર્વાહ માટે જે કઈ કર્મ કરે તે બન્ધન કર્તા નથી .
માટે કર્મ અકર્તાભાવથી કરવું . આમ આ ત્રણ શ્લોકમાં કૃષ્ણ અર્જુનને કર્મ, અકર્મ અને અ કર્તાભાવ સમજાવે છે .સમતા કેળવવી ઘણી અઘરી છે; તેની સાધના જરૂરી છે .
છેલ્લે કહીશ કે " જો આત્મભાવ સ્થિર હોય તો કોઈ કર્મ,બન્ધન કર્તા નથી . આત્મભાવ એ , એ રાઈકોટ છે ,જે , કર્મબન્ધનનો વરસાદ આપણા ઉપર પડવા દેતો નથી ."
અસ્તુ . 14\02\2021
Subscribe to:
Posts (Atom)