મને એકલું એકલું લાગે
હૈયે હિંડોળે ઝૂલે કોઈ
નજરે "એ" ના આવે .---મને....
આ ઝુરાપો, આ એકલતા
મુજને ખાવા આવે ,
રોજ રોજ "એ"નાં સપનાં જોઉં
મિલન થશે ક્યારે ?---મને....
ના જાણું "એ" ક્યાં છુપાયો
શાને તડપાવે મુજને ?
દુ:ખના દરિયામાં ધકેલી
ઉછાળે મઝધારે ----મને.......
"બેલા" મુંઝાણી --સુકાણી
હવે ક્યારે "એ" બાગ ખીલવે ?
મને એકલું એકલું લાગે .
બેલા
૪-૩-૨૦૧૨-/૯.૦૦.એ.એમ.
No comments:
Post a Comment