હિંડોળો
કા'નો ઝૂલે હિંડોળા ખાટ,
હળવેથી ઝોલો દેજો રે.
સાથ શોભે શ્રીજી, ધરી હાથ,
હળવેથી ઝોલો દેજો રે.
ચંદનકાષ્ટનો ઝૂલો રળિયામણો,
કોતરકામનો પોપટ હુલામણો;
મયુર-ટહુકા એ સાથ પુરાવ્યો,
ઝૂલાવો શ્રી-હરિની ખાટ--- હળવેથી....
શ્રાવણ સરવડાનો ઝણકે તંબુરો,
વીજ સંગે આજ ગાજે છે હાથિયો;
ઊડે, રાધે શ્યામનો હાસ્ય ફુવારો,
ઝૂલાવો શ્રી-હરિની ખાટ---હળવેથી....
કુંજવનેથી વાયુ લહેરાતો,
લલિતાસખિનો સાદ ખેંચી લાવતો;
"બેલા"ચમેલીની સૌરભ પ્રસરાવતો---હળવેથી...
કા'નો ઝૂલે હિંડોળા ખાટ, હળવેથી ઝોલો દેજો રે.
8/2/2026
सावन का झूला
कन्हैया झूले झूला,जरा हौले झोंका दीज्यो।
राधिका झूले झूला, जरा हौले झोंका दीज्यो।
राधिका झूले झूला, जरा हौले झोंका दीज्यो।
कुंजवन की बगिया में झूला बांध्यो है,
ललितादिक सखियों सुंदर सजायो है;
पवन मंद लहेरायो--जरा हौंले..
सावन की रमझीम की तान लगी है,
नन्हे नन्हे बिन्दु की लडी बनी है;
राधेश्याम मंद मुसकाये-जरा हौंले..
मोर बपैया सूर पुरावे,
गोप गोपियां ढोल बजावे;
वृंदावन खील ऊठा है--जरा हौले..
"बेला,"चमेली, चंपाफूल लाये,
हसी हसी राधा के बाल सजाये:
वनवासी लेते बलैया--जरा हौले
कन्हैया झूले झूला ,जरा हौले झोंका दीज्यो।
7/31/2026
લાગણીઓ
આ લાગણીઓને ક્યાં જઈ ને બાંધુ?
ઉછળતા ઊર્મિ તરંગોને ક્યાં લઈ સમાવું?જીવન સાગરમાં ડોલતી નાવને ક્યા લંગરથી લાંગું?
શામળા ! હવે તો તારાં હલેસા ને પતવાર માંગું.
લાગણી ને ઊર્મિના ફડફડતા શઢને તારે કુવાથંભે બાંધુ.
ક્યારે આવે તું બેલી થઈ ને તારવા, આ "બેલા"નું નાવડું?
બેલા - એપ્રિલ - 2026
स्व. श्री राकेशजी को श्रद्धांजलि
हे प्रभु ! इतने उत्सुक थे ,
मिलने ,दोस्त, राकेश से? !
तो , वहीं मिल लेते , चन्द्रमा से !
वो भी तो राकेश ही है - अधिपति - हैं नक्षत्रों के ? !
वैसे तो कहते हो ,ज्योति है मेरी राकेश में ;
तो फिर क्यों भेजे यमराज को पाश लेके ?
वहीं मिल लेते चन्द्रमा से ,
और सुकून राकेश-मिलन का ले लेते !
काहे दूर किया अज़ीज़ो से ?
और "बेला" चमन मुरझाया फूलों से ?!
अब बुला ही लिया है तो ,
रखना , शाश्वत शान्ति और उर्ध्व गति में !;
बाहें फैला के बसा लेना अपने ह्रदय में !
७/१/२०२६
३.०० पि.एम्.
लुभावन बंसी
कान्हा तेरी बंसी मुझको लुभाये ,
तिरछी नजरिया चैन चुराए ;
मधुर मुस्कान मन को भावे ,
चोरी चोरी तेरे पास बुलाये |
जमुना तट और बंसी वट पे ,
कदम्ब वृक्ष और पूनम की रातें ;
बरबस मुझको खिंच ले आये ,
देखती रहूं मैं आँखे बिछाये ,
पीती रहूं शाश्वत सुधारस ये ,
ओर "बेला" संग डोलूं बिन पलक झपकाए |
२१/१२/ २०२५
११. १५ ए। एम्
શ્રી તુષાર શુક્લાનું એક કાવ્ય, "પપ્પા હિંચકે બેસી રડે " ના જવાબમાં
ઉંમર વધી, ઘરડાં થયાં ,
પણ વૃદ્ધ થયાં નહીં ,તમે !
સમજણ કેરી બુદ્ધિ વડે ,
કાં ન રહેતા આવડે ?!
પેઢી બદલાઈ, બદલાઈ રહન-સહન હવે ,
નવું પેઢી સાથે મેળ કરવો પડે !
જૂની આદતો છોડી ,નવા સીરા પકડવા પડે ;
એવા પપ્પા ક્યારે ય હિંચકે બેસી ન રડે !
અને પુત્રને
પપ્પા બગીચે બેસે કે મંદિરે ,
પુત્રને શું ફરક પડે ?
ઘરમાં તો તમને મોકળાશ જ મળે !
પછી , શાને ખોટી કચ કચ કરે ? !
???
Subscribe to:
Posts (Atom)




