વાસંતી વાયરાની વેણુ વાગી,,
ને કેસૂડા ઊઠયા ડોલી.
ફાગણની ફોરમ ફોરી ઊઠી ,
ને ભમરાની ગૂંજી આ બોલી.
રસભર્યા યૌવનનાં પાયલના ઠમકારે ,
રૂપમતી રસીલાના રૂપ ઝબકારે.
રસિયા એ દોટ જોને મેલી.
રંગી નાવલીયે ,રેલી પિચકારી,
ને અબીલ-ગુલાલની ઝોળી.
મધુ મિલનની આ ઋતુ અલબેલી
ને ગોપી જોતી ઊભી કાં'નાની વાટડી.
"બેલા"ની ફૂલમાળ કરમાં સુકાઈ,
ને નયણે તો શ્રાવણના મોતી !!
બેલા
૨૨-૨-૧૯૮૯ /૫.૦૦ પી.એમ.
No comments:
Post a Comment