જીવ અને શીવનું ઐક્ય સાધો ;
અહમનો પડદો હટાવો
આરપાર ચીરી નાખો
તો
"એ"નાં-ઈશ્વરના દર્શન જરૂર થશે.
અને
જીવ અને શિવનું સધાશે ઐક્ય.
માનવીએ બનાવ્યો બરફ;
મોહ,માયા ,ક્રોધ,કામના અને એષણાથી .
એની રચી દીવાલ;
પોતાની અને ઈશ્વરની વચ્ચે.
આ દીવાલોને પીગળાવો
કે
તરત જ પરમતત્વ-શક્તિ
સાથે થશે મિલાપ !
અને,
સંધાશે "એ"ની સાથે ઐક્ય.
જીવનનાં બાહ્ય સંગીતનું
પરમનાં આંતર સંગીત
સાથેનું ઐક્ય.
ભીતરનાં વાદકને ઝંઝોડો
અંતરવીણા ઝંકૃત થશે
ને
પિંડ અને બ્રહમાંડનું થશે
ઐક્ય .
બેલા
૧૦-૩-૨૦૧૨ /૧૧.૫૫.એ.એમ.
No comments:
Post a Comment