ભીતર દીવો શગે બળે ,થર થર કંપતો જાય ,
કાયાના આ કોડિયે ,તડો તડ તડ થાય ;
જીરણ દેહ તો ડગમગે, ધરૂજે આ કર -પાય ,
શામળા! તું નથી અણજાણ ,જરાય ,
તારે ભરોસે હું બેઠી, થવાનું હોય તે થાય !
આરતી થાળ સજાવ્યો, ધૂપ, "બેલામાળ " સાથ,
કાં આવો, કાં બોલાવો, તો થાય જય જયકાર !
22 ઓગસ્ટ 2019 \11.20 પી એમ