વાદો કર્યો હતો તેં ,રાખીશ મુજ પર હાથ ;
કદિ યે ના વીસરીશ મને ,ને આપીશ સદા મને સાથ
શું થયું ?ક્યાં છે તું ?થાકી હું પાડી પાડી સાદ !
સ્વર ગયો, ને દ્રષ્ટી ગઈ ,ચરણ તૂટ્યા છે;
હજી ય સાબુત ,મારાં કાન .
વાટ જોઈ બેઠી છુ હજી ,શિશ નમાવ્યું છે નાથ !
પામશે "બેલા" આ મસ્તક પર ક્યારે એ વાદાનો હાથ ?
બેલા
૨૫-૩-૨૦૧૨ /૧૨.૦૦ નુન
No comments:
Post a Comment