Pages

Showing posts with label દર્શન. Show all posts
Showing posts with label દર્શન. Show all posts

દર્શન



જીવડો હાલ્યો રે , દર્શન લેવા રે .

હાડ-ચામની પૂતળી રે લીધી ,
સંસારની સૌ વ્યાધી ય લીધી ;
જપ માળા ,ધૂપ-બત્તી ય લીધી ,
હાલ્યો ફૂલથી વધાવા રે .

મંદિર દ્વારે ઘંટ વગાડ્યો ,
ગર્ભ -ઘરમાં દીપ સજાવ્યો ;
સાથે મંત્ર શબ્દ ઉચ્ચાર્યો ,
પ્રભુનાં ગુણ-ગાન ગાવા રે .

સમરથ જીવડા ,! સમજછ  કે તું ?
ઘંટનાદ શું કહે છે તુજને ?
છોડ સંસારની વ્યાધી ,ને 
ઘંટ ટકોરે ખોલ અંતરની બારી .
અંધારા ગર્ભ ગૃહમાં આવી,
પ્રગટાવ શગ ,જ્ઞાન-દીપની માંહ્યલી !
સહારો લઇ મંત્ર-ધ્વનીનો ;
દીપ-શિખા જ્યમ ઊંચે જા તું .
ફૂલની ફોરમ હૈયું હુલાવે ,
ધૂમ્રસેર મનને લલચાવે ,
ઉજાળ  જીવન ઉર્ધ્વ-ગતિથી ,
મંદિર-દર્શન ક્રિયા, એ શીખવાડે.!

જીવડા ! દર્શન લીધાં કેવાં રે ?!
પ્યાસ બુઝાવી ,હૈયાં ઠાર્યા રે .!
                      બેલા -૨૫\૧\૨૦૧૪ 
                         ૨.૪૫.પી.એમ.

દર્શન


                    
                        તમારાં દર્શન થયાં ને તમે હૃદયે વાસી ગયાં 

                       હરિ !તમને નયનોથી પીવાં નયન બંધ કર્યાં ,
                      ત્યાં તો તમે , ઇન્કાર સમજી પાછાં વળી ગયાં .!?

                                હવે આ મન-કુરંગ દોટ મૂકે છે ,જ્યાં તમે વળી ગયાં 
                                હરિ!એ મૃગજળ નાં રણ માં ,તો મળ્યાં નર્યાં ઝંઝાવા !

                      જીવન વનની સીમ આવી ,છતાં દલડું તો મધ્યમાં ,
                      હરિ !"બેલા" પામશે મિલન-સુખની ઊષા ક્યારે અને ક્યાં ???

                                                                                       બેલા 
                                                                                             ૨૫-૩-૨૦૧૨ /૮.૦૦.એ.એમ.