ક્ષણે ક્ષણે બદલાતી હવા,
સમયે સમયે બદલાતી ઋતુ,
અસ્થિર .
માયા,સુખ,-દુ:ખ ,હર્ષ,શોક ,
સૌની અસર અસ્થિર ;
જીવન મૃત્યુ નો સમય અસ્થિર.
ઉષા સંધ્યા નો સમય અસ્થિર .
બધું જ અસ્થિર,
સ્થીર ફક્ત ;:
બ્રહ્મ
પરમાત્મા, શૂન્ય અવકાશ ,
જે બદલાતો નથી,જેનો વિનાશ નથી .
ન સ્પર્શ, ન દૃશ્ય, ન શ્રાવ્ય .
ફક્ત અનુભૂતિ ,
સ્થીર .
બેલા
૨૭-૩-૨૦૧૨ /૭.૧૫.એ.એમ.
No comments:
Post a Comment