જીવન નામના સરકસમાં
આ જીવડા એ તંબુ તાણ્યો .
અણજાણ નગર,અણ જાણ ડગર;
સંસાર નામે ખેલ એણે માંડ્યો .
તન પિંજર ,સમાજ હંટર
વહેવારનો મેકઅપ ચડાવ્યો;
સુખ દુ:ખ કેરી દોરી ઉપર
નટ બની દેહ નચાવ્યો.
"બેલા"એ વિદુષક પેઠે
હસી
અંતરમાં વિરહ સમાવ્યો .
બેલા
૧૦-૩-૨૦૧૨ /૨.૧૦.પી.એમ.
No comments:
Post a Comment