ગોપી કહે રાધાને ,
સખી,ગ્રહો તો જોડે છે ;કુંડળીમાં
મને કૃષ્ણ સંગે;
તો યે
શાને કૃષ્ણ મુજથી દૂર?
ટીપણું શું છે ખોટું ?
રાધા બોલી :
કાગળનાં ટુકડા ને અંક
જોડે ફક્ત બે અંગ .
હૈયે વસો પ્રભુને ,અને
વસાવો કા'નાને હ્રિદય સંગ
ટીપણું પણ સમાશે
શ્રી કૃષ્ણમાં તુજ સંગ
અને
કૃષ્ણ તેજે ઝળહળીશ તુ !!
બેલા
૫-૩-૨૦૧૨/૯.૩૦.પી.એમ.
No comments:
Post a Comment