શ્યામ !
તમે ક્યારેક તો આવશોને ?
હૈયે છે અખૂટ આશા !
હારશો મારી આ એકલતા
અને
હારશો મારો આ તલસાટ.!
પ્રિય !
હું વાળીશ તમારી વાટ '
કંકર,પથ્થર ને કાંટ .
સજાવી દઈશ .
ફૂલ બિછાત ને હિંડોળા ખાટ .
પ્રેમે ઝુલીશું ,ખેલીશું ,ને
તવ આલિંગને દૂર થાશે
મુજ તળવળાટ !
બેલા ૧૭-૩-૨૦૧૨./૫.૧૫.પી.એમ.
No comments:
Post a Comment