Pages

Showing posts with label મન તું ભીતરને અજવાળ. Show all posts
Showing posts with label મન તું ભીતરને અજવાળ. Show all posts

મન તું ભીતરને અજવાળ


વરસ્યું એનાં  વિશ્રામ નહીં , ને કોરાનો કચવાટ  ,
મળ્યું તેની મસ્તી નહીં ને ખૂટયાનો  કકળાટ। 
 મન તું ભીતરને અજવાળ ! 

ઝંખતા ઝંખતા ઝાંખ પડી , શોધતા શોધતા સાંજ ,
જડ્યું તેને જાળવ્યું નહીં ને ખોયું તેનો ચચરાટ ,

ગાયું તે તો ગીત નહીં ,સુણ્યું નહીં સંગીત ,
અલખના જ્યારે સુર રેલાયા , સુનો હતો દરબાર ! 
મન તું ભીતરને અજવાળ !