મારી આંખ્યુંમાં જળ ને કાજળ બેઉ વસ્યાં,
શ્યામ !તારી યાદમાં એ વહેતાં રહ્યાં !
મનની ક્યારીમાં ઊગી રાતરાણી ,
તારી વાટ જોતાં ફૂલડાં સૌ ખરી પડ્યાં !
શ્યામલી રાતનાં અંધારીયામાં
આશાના તારલા ઝબકી રહ્યાં !
દૂર દેખાતી બીજની બંકિમા માં
"બેલા"ને શ્યામનાં કામણ થઇ રહ્યાં .!!!
બેલા
૨૪-૩-૨૦૧૨ /૧૧.૩૫.એ.એમ.
No comments:
Post a Comment