હિંડોળો
કા'નો ઝૂલે હિંડોળા ખાટ,
હળવેથી ઝોલો દેજો રે.
સાથ શોભે શ્રીજી, ધરી હાથ,
હળવેથી ઝોલો દેજો રે.
ચંદનકાષ્ટનો ઝૂલો રળિયામણો,
કોતરકામનો પોપટ હુલામણો;
મયુર-ટહુકા એ સાથ પુરાવ્યો,
ઝૂલાવો શ્રી-હરિની ખાટ--- હળવેથી....
શ્રાવણ સરવડાનો ઝણકે તંબુરો,
વીજ સંગે આજ ગાજે છે હાથિયો;
ઊડે, રાધે શ્યામનો હાસ્ય ફુવારો,
ઝૂલાવો શ્રી-હરિની ખાટ---હળવેથી....
કુંજવનેથી વાયુ લહેરાતો,
લલિતાસખિનો સાદ ખેંચી લાવતો;
"બેલા"ચમેલીની સૌરભ પ્રસરાવતો---હળવેથી...
કા'નો ઝૂલે હિંડોળા ખાટ, હળવેથી ઝોલો દેજો રે.
8/2/2026
सावन का झूला
कन्हैया झूले झूला,जरा हौले झोंका दीज्यो।
राधिका झूले झूला, जरा हौले झोंका दीज्यो।
राधिका झूले झूला, जरा हौले झोंका दीज्यो।
कुंजवन की बगिया में झूला बांध्यो है,
ललितादिक सखियों सुंदर सजायो है;
पवन मंद लहेरायो--जरा हौंले..
सावन की रमझीम की तान लगी है,
नन्हे नन्हे बिन्दु की लडी बनी है;
राधेश्याम मंद मुसकाये-जरा हौंले..
मोर बपैया सूर पुरावे,
गोप गोपियां ढोल बजावे;
वृंदावन खील ऊठा है--जरा हौले..
"बेला,"चमेली, चंपाफूल लाये,
हसी हसी राधा के बाल सजाये:
वनवासी लेते बलैया--जरा हौले
कन्हैया झूले झूला ,जरा हौले झोंका दीज्यो।
7/31/2026
લાગણીઓ
આ લાગણીઓને ક્યાં જઈ ને બાંધુ?
ઉછળતા ઊર્મિ તરંગોને ક્યાં લઈ સમાવું?જીવન સાગરમાં ડોલતી નાવને ક્યા લંગરથી લાંગું?
શામળા ! હવે તો તારાં હલેસા ને પતવાર માંગું.
લાગણી ને ઊર્મિના ફડફડતા શઢને તારે કુવાથંભે બાંધુ.
ક્યારે આવે તું બેલી થઈ ને તારવા, આ "બેલા"નું નાવડું?
બેલા - એપ્રિલ - 2026
स्व. श्री राकेशजी को श्रद्धांजलि
हे प्रभु ! इतने उत्सुक थे ,
मिलने ,दोस्त, राकेश से? !
तो , वहीं मिल लेते , चन्द्रमा से !
वो भी तो राकेश ही है - अधिपति - हैं नक्षत्रों के ? !
वैसे तो कहते हो ,ज्योति है मेरी राकेश में ;
तो फिर क्यों भेजे यमराज को पाश लेके ?
वहीं मिल लेते चन्द्रमा से ,
और सुकून राकेश-मिलन का ले लेते !
काहे दूर किया अज़ीज़ो से ?
और "बेला" चमन मुरझाया फूलों से ?!
अब बुला ही लिया है तो ,
रखना , शाश्वत शान्ति और उर्ध्व गति में !;
बाहें फैला के बसा लेना अपने ह्रदय में !
७/१/२०२६
३.०० पि.एम्.
लुभावन बंसी
कान्हा तेरी बंसी मुझको लुभाये ,
तिरछी नजरिया चैन चुराए ;
मधुर मुस्कान मन को भावे ,
चोरी चोरी तेरे पास बुलाये |
जमुना तट और बंसी वट पे ,
कदम्ब वृक्ष और पूनम की रातें ;
बरबस मुझको खिंच ले आये ,
देखती रहूं मैं आँखे बिछाये ,
पीती रहूं शाश्वत सुधारस ये ,
ओर "बेला" संग डोलूं बिन पलक झपकाए |
२१/१२/ २०२५
११. १५ ए। एम्
શ્રી તુષાર શુક્લાનું એક કાવ્ય, "પપ્પા હિંચકે બેસી રડે " ના જવાબમાં
ઉંમર વધી, ઘરડાં થયાં ,
પણ વૃદ્ધ થયાં નહીં ,તમે !
સમજણ કેરી બુદ્ધિ વડે ,
કાં ન રહેતા આવડે ?!
પેઢી બદલાઈ, બદલાઈ રહન-સહન હવે ,
નવું પેઢી સાથે મેળ કરવો પડે !
જૂની આદતો છોડી ,નવા સીરા પકડવા પડે ;
એવા પપ્પા ક્યારે ય હિંચકે બેસી ન રડે !
અને પુત્રને
પપ્પા બગીચે બેસે કે મંદિરે ,
પુત્રને શું ફરક પડે ?
ઘરમાં તો તમને મોકળાશ જ મળે !
પછી , શાને ખોટી કચ કચ કરે ? !
???
શામળા
મારી વાત કાં કાને ન ધરે ? શામળા !
મારી અરજ કાં હૈયે ન ધરે ? શામળા!
હાર્યો જીવ , દેહ દુઃખાસને , શામળા !
કર્મો થશે , નીરામયી કાયૅ , શામળા !
સોંપ્યા ધર્મ નિભાવવા, મદદ દે , શામળા !
વિના તુજ ફૂંકે ," બેલા" શેં ડોલે? શામળા !
લહરી તુજ પ્રીતની કાં ન વહાવે ? શામળા ! ?
५/८/२०२५
9. २० ा ऍम
માતાજીને નમન
જય જય શ્રી જગત જનની,
નમન કરીએ કૃપાનિધિની .
જય જગદમ્બે , જય મહાકાળી ,
જય જય હે માં! બહુચવાળી .
જય માતા પાવાગઢવાળી ,
જય જય હે દુઃખ વિનાશિની !
જય જય હે માં જ્વાલાવાળી ,
જય જય માં બગલામુખવાળી .
જય માતાજી ,જય માતાજી !
???
आर्त नाद
बिनती सुनो श्याम हमारी
बहोत निभाई दुनियादारी ,
अब तो शरण में ले लो मुरारी ! ....
पैर ग्रसे है काल ने भारी,
हाथ ने छोड़ी यारी ;
ये गजग्राह का युद्ध है जारी ,
छुड़ाओगे , है , आस तिहारी -----
वेगि ाआओ हे सु- पर्णधारी ! ,
दे दो कालग्रह से मुक्ति हमारी ;
वन्दु तुम्हें हे चक्रधारी ,
" बेला" रो रो चरण पखारि |
बिनती सुनो श्याम हमारी |
३/९/२०२५
६. ०० ए एम
धूम मचाये कन्हाई
बिराज में धूम मचाये कन्हाई |
गोपियन की फोरि गगरिया , माखन चोरी चोरी खाई ----बिरज में। ....
ग्वाल-बल संग धेनु चरावे , असुरों की करे पिटाई ----बिरज में। .....
वृन्दावन की कुंजगलन, में राधा से प्रीत जताई ----बिरज में। ....
कालिय नाथ्यो , गोवर्धन धारयो , गोकुल लीन्यो ऊंचाई ---बिरज में। ...
बंसी बट पे शरद पूनम में ,गोपी संग रास रचाई --बिरज में। ...
राधा संग होरी खेलत हो, रंग गुलाल उड़ाई -----बिरज में। .....
सुरनर मुनिवर देखन आये ,"बेला" फूल बरसाई ---
बिरज में धूम मचाये कन्हाई
??
88 માં જન્મદિને
પ્રભુ ! તારો ઉપકાર !
કરાવ્યા તેં 88 વર્ષ પર !
હવે એક તારો આધાર,
તુર્ત ફળાવો , સૌ કર્મના સાર .
પામું નવજીવન, નવા દેહ આકાર,
ફરી નવી ગિલ્લી નવો દાવ !
નવું પ્રારબ્ધ, નવાં કર્મફળ સાર,
ને " બેલા" ખીલે, ભજી નવે નામ નવે અવતાર .
25/26/સપ્ટેમ્બર 2025
श्री कृष्ण जन्म आनंद
झूलो झूलो रे बाल कन्हैया ,माता जसोदा झुलावे |
चंदन का पलना रेशम की डोरी,
माथे मयूर सुहावे ,---झूलो....
गोकुल में आज आनंद छायो है नंदघर कान्हा पधारे ----झूलो....
कोक्लि गावें , वनरावन गहेके , गैया दूध बहावे ----झूलो...
ग्वाला नाचे , गुलाल उड़ावे , गोपी गायें बधाई ,--झूलो......
बगिया महके , भवँरे गूंजे , 'बेला" साख झुलावे। .
झूलो झूलो रे बाल कन्हैया माता जसोदा झुलावे |
१६/८/२०२५
९. ०० ए एम
जन्माष्टमी - बधाई
गोकुल में सब जन गाये बधाई ,
नंदघर प्रकट भयो है किशन कन्हाई --- गोकुल में। ..
कृष्ण पक्क्ष में कृष्ण कला है आई ,
घन
बरसत , मेघाम्बर छाई। | गोकुल में। ...
गोकुल मा भई यशोदा माई , मथुरा में बसे देवकी माई ,गोकुल में। ...
लालन देख , गोपीजन हरखे ,ले ले के बलाई ,
भोग धरावे प्रेम से देखो, माखन मिश्री मलाई ! --गोकुल में। ...
तरुवर डोले , पंखी बोले , कोयलने कूक लगाई ,
मयूर नाचे देखो कैसे ,अपनी कला फैलाई ----गोकुल में। ...
नौबत बजे ढोलक गाजे , पखाज है झंझाई ,
पुष्प सुवासित फॉरम फेंके ,"बेला" भी हरषाई
गोकुल में सब जन गाये बधाई (२)
हाथी घोडा पालखी , जय बोलो नन्दलाल की | १६/८/२०२५
५/८/२०२५
9. २० ा एम
तुम दर्द तुम दवा
हे मन मोहन, हे मनरंजन,पाहि पाहि हे जग वंदन ,
हे गोपाल, मीरा के गिरिधर,मेरे प्यारे आराधक ,
श्याम श्याम श्यामल सुंदर !
तुम्हीं ने दर्द दिया है, तुम ही दवा दे देंगे |
पूरा जीवन यही एक आस में बिताया है ,
कभी तो प्यार से तुम अपने पास बुला लेंगे !
न की पूजा, न की आरती, न माला फेरी !
बस सोचा था , तुम्हें मन से मना ले|
धूप की खुशबु क्या है, न बता पाएंगे ,
"बेला"के फूल की फॉरમ સે तुम्हें मना लेंगे |
४/८/२०२५
८.५० ए ऍम
गुरु पूर्णिमा- वंदना
नमन हे पूज्य गुरुवर !
प्रथम गुरु में मात-पिता ,
जो बने सु-संस्कार के दाता ;
दूजे गुरु मुझे शिक्षण-दाता ,
जिसने मनका मिटाया अंधकारा |
आज खडी हूँ ,लिए इक शाता ,
मिले सुर-संगीत के दाता ;
पाया प्रभु- मिलन के ज्ञाता ,
'बेला" के है ये सब ध्याता |
सबको
शत शत नमन है गुरुवर !
९ जुलाई २०२५
५. ४५ पि ऍम
अटखेलियाँ
ऐसी न क्र अटखेलियाँ ,
कभी पास खींचे, कभी भटकाया !
मेरे इस ,मनको पागल बनाया ,
कभी दे दी खसबू, कभी चमनसे हटाया ;
हे श्याम मेरे ! ये क्या खेल रचाया ?!
ना छोड़, "बेला"को ऐसे बे-सहारा ,
कृ क्या कुछ समजमे न आया ;
तूने श्याम मेरे ! मेरा चैन चुराया !
२३/४/ २०२५
८. ०० ए एम
શ્યામ તમે ?
કદમ્બ વૃક્ષના થડને અઢેલીને ,
ત્રિભંગ મુદ્રામાં બંસી કરે ધરીને ;
લલચાવતાં હે શ્યામ! તમે !
મનમોહક બંસીનાદ કરીને ,
દોડાવતાં ,ગોપીને ઘેલી કરીને ;
મન્દ મુસકાતા હે શ્યામ! તમે !
ક્યારે બોલાવશો આ વ્યાકુળ વિરહીણીને ,?
તલખે, તડપે 'બેલા" ફૂલ ધરીને ;
ક્યારે દેશો મિલન-સુખ શ્યામ! તમે ?!
8/7/2025
તાણા વાણા
વિચારો ,
મનનાં તાણા વાણાથી કેવી ચાદર બને ?
સુંદર રંગી, સુ- રૂપ કળા વાળી ?
કે , આડાતેડા દોરાધાગાના ગૂંચળા વાળી ?
સમદર્શી, સમવર્તી,માયાથી ગૂંથેલી ?
કે, રાગ-દ્વેષના અંગારસમ લાલ ચણોઠીની વેલીવાળી?
ભક્તિના શુદ્ધ સુવર્ણી તાણા થી મઢેલી ?
ને , સુકૃત્યોના રૂપેરી વાણાથી વણેલી ?
મનનાં આ તાણા -વાણાથી ચાદર શોભે કેવી !
ઓઢાડું પ્રેમે , પ્રતિમા,ને મારા ,પ્રીતમકેરી !
ઉપર પહેરાવું, "બેલા"ફૂલમાળા ગૂંથેલી ;
રાચે રાય ! મન્દ હાસ્યે, કરી કેલી !!!
6/6/2025
11.15 એ એમ
કાળી ઉડાન
આનંદ ઉત્સાહ ભરી એ , ઉંડાન ,
સ્નેહીનાં મિલન માટેની એ ઉડાન ;
અંતર-સપના પૂર્ણ થવાની એ ઉડાન ,
બની રહી , અંતે , એ , કાલની ઉંડાन !
પાંખો ફફડાવી ઘેઘુર ઘમકારે, ભરી ઉડાન ,
અને, આ શું ?! ઘમ`મ્કારે પછડાઈ ઉડાન ?!
આગમાં લપેટાઈ , સપનાની એ ઉડાન !
સાથ લૈ ગૈ , ધરતીના સપૂતોને ય ઉડાન !
શોક્ગ્રસ્ત, દુઃખદાયક બની એ ઉડાન !
હૈયાં કકળાવી જીવનબેલ બાળી ગૈ ઉંડાન !
પ્રભુ ! સર્વને શાંત યાત્રા દે તવ તરફી ઉડાન ;
સ્વજનોને દેજે,
આશ્વસ્ત હિંમ્મ્ત ભરી સહનીય એ ઉંડાન !!
12 જૂન 2025
એ આઈ બોઇંગ ડ્રીમલાઈનેર ના અકસ્માત દિવસે
ગોકુળમાં જટાળો જોગી
આવ્યો એક જટાળો જોગી,લાલન દર્શન ભોગી રે ,
કૈલાસથી ઊતરી આવ્યો જોગી, ગોદમાં લેવાનો કામી રે .
મુંઝાય માત , એને હૃદયે ,ડરની દોરી રે ,
યશોદા દુરથી દેખાડે ,રખે ઉપાડી જાય જોગી રે .
વળયાં હતચિત્ત જોગી,જઈ બેઠા યમુનાજીની પાળે રે ,
વહે અશ્રુધાર નયને,વલોપાત કરે જોગી રે ;
કૈલાથી વ્રજની યાત્રા ,બની ગઈ હ્રદ તોડી રે .
લાલો પામી, રડે પારણે, બેવડવાળી ઓટી રે ;
દોડાવે ગોપીને માતા , તેડાવો એ જોગીને ,
નજર ઉતારે લાલનની રોકે અશ્રુ મોતી રે.
લીધાં ગોદમાં બાળપ્રભુને, ચરણ હૈયે ચાંપી રે ;
વિસ્મિત ભયે વ્રજવાસી, દેખી હરિ-હરની જોડી રે .
લાભ્યો જોગી , ગયો કૈલાસે, બની એક રોગી રે ;
લુમ્બી ઝુંબી "બેલા" નીરખે, જોગી બની ગયો રાગી રે .
31/5/2025
4.00 પી. એમ
ત્યક્તા
મને ઘણી પ્રમાદી બનાવી દીધી છે ,
શામળાએ મુજ અંગુલી છોડી દીઘી છે ;
ભુલ ક્યાં ? ચૂક ક્યાં? વિસરાવી દીઘી છે !
ને ઊંચેથી નીચે પછાડી દીઘી છે !!
નિદ્રાને હવાલે કાયા સોંપી દીઘી છે ,
પ્રભુ સ્મરણ-સ્તવનથી દૂર કરી દીઘી છે ;
જિન્દગીના ચમનમાં પાનખર લાવી દીઘી છે ,
ને 'બેલા"ની ખુશ્બૂને સાવ સુકાવી દીઘી છે !!
શ્રાપ
ભૂંસાયેલું સિંદૂર ઊડી , સળગી રહ્યું ક્ષિતીજે ;
રેલાયેલાં અશ્રુશ્રાપ,છોડશે નહીં એમ સ્હેજે !!!
7/5/2025
6.45.એ એમ
તરછોડી?
પ્રભુ ! શાને છોડ્યો હાથ મારો ?
શ્યામ! શાને છોડ્યો સાથ મારો ?
આંગળી પકડી એક દી દલદલ પાર લાવ્યો ,
હાવાં શાને મઝધારે ફરી છોડી ચાલ્યો ?
પ્રમાદી બનાવી આ જીવડાને શેં રોળ્યો ?
દૂર, શાને , કયા દોષે ? આ આતમને કર્યો ?
કરી દયા-કૃપા ફરી બહાર કાઢો;
આ "બેલા"ની વલ્લરીને ફરી તમે ઝુલાવો !!!
28/4/2025
10.45 એ એમ .
જનાબાઈની ભક્તિ
ધન્ય ધન્ય એ જનાબાઈ,
જેને મળવા આવે વિઠોબા .બાળકી ચિંતિત,
"ક્યારનાં ઉભા વિઠોબા !ચરણ દાબી દઉં ,
જરા બેસો વિઠોબા ";
બાળકીની મદદે ચક્કી ચલાવતા વિઠોબા,
આડે આભૂષણ આવતાં , ઉતારે વિઠોબા .
મંગલામાં પહોંચ્યા દોડતા ઓઢી જના ની શાલ, વિઠોબા !
ચોરની ઠારી જનાબાઈ ,જુએ તમાસો, વિઠોબા !
જના કૂદી નદીમાં ,ને સ્વમાં સમાવે વિઠોબા !
ચરિત્ર જનબાઈનું સૂણી , "બેલા" પુષ્પ ધરે ,
ને ભજે , વિઠોબા વિઠોબા .
દિવ્યાબેનને શ્રદ્ધાંજલી
આપણી વાડીનું એક ફૂલ ખરી પડ્યું ,
મહેકતી સુગંધ એની , સર્વેમાં પ્રસરાવી ગયું;
ઇન્દિરા-જ્યોત્સ્ના સંગે , એ 'બેલા'વાડીમાં ,
મંજુલ મધુર ઘૂમી રહ્યું !
રહેશે હૈયે સદાય એ , સુગંધિત યાદ બની ,
"દિવ્યા " નામધારી તે , દિવ્યઆત્મામાં ભળી ગયું ;
ને એ દિવ્યલોક્ના ચમનમાં , પ્રભકૃપાથી જડાઈ ગયું !!!
ૐ શાંતિ ૐ એ ઉર્ધ્વ ગતિ પામે ૐ શાંતિ
20 એપ્રિલ 2025
એપિસોડ-1-રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી
1 ઘટમાં ઘોડા થનગને ,આતમ વીંઝે પાંખ;
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ .
2 છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ .આપ જરૂરથી સમજી ગયા હશો કે , આજે હું કોના વિષે વાત કરવાની છું . ગઈ વખતે એમનો નામોલ્લેખ કર્યો હતો ; તે , રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી . એમની જીવન ઝરમર તથા તેમની રચના વિષે સિંહાવલોકન કરીશું.
શ્રી ઝવેરચંદ કાલિદાસ મેઘાણી નામના તારલાનો જન્મ માતા ધોળીબાઈની કુખે 1896ની 28 ઓગસ્ટના દિને ચોટીલા ગામે થયો હતો . એ તેજસ્વી તારલો 1947ની9મી માર્ચના દિવસે સાહિત્યના નભમાંથી ખરી પડ્યો. પોતાના જ ગામ બોટાદમાં હૃદય રોગના હુમલાનું આકર્ષણ નિમિત્ત બન્યું.
તેઓએ સંસ્કૃત સાહિત્ય સાથે બી.એ. સુધી અભ્યાસ કર્યો હતો . કવિ. લેખક, સંશોધક અને સ્વાતંત્ર્ય સૈનિક રહયાં હતાં . 1931માં , જયારે ગાંધીજી , વિલાયત "ગોળમેજી પરિષદ"માં ભાગ લેવા જતા હતા ,ત્યારે , "છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ" કાવ્ય ગાનકર્યું હતું . એ કાવ્ય વિષે ગાંધીજીએ કહ્યું હતું કે , "મારી હાલની સ્થતિનો આબેહૂબ ચિતાર આમ દર્શાવ્યો છે "અને એ સમયે મેઘાણીને "રાષ્ટ્રીય શાયર" કહીને બિરદાવ્યા હતા .
મેઘાણીનું બીજું પાસું એટલે , લોક સાહિત્યનો અખૂટ ખજાનો એકત્ર કરી શબ્દ દેહ આપવાનો પરિશ્રમ ! સૌરાષ્ટ્રના ગામેગામ ફરી સૌરાષ્ટ્રની વાતો "સૌરાષ્ટ્રની રસધાર " માં લખી . એજ પ્રમાણે ," સોરઠી બહારવટિયા" ના નામે એ સમયના બહારવટિયાઓના જીવન અને એમના પ્રણ , સિદ્ધાંતો વિશેની વાતો1927 થી 1929માં લખી .
જયારે જયારે બાળકીની વાત આવે ત્યારે ત્યારે મેઘાણી રચિત " ચારણ કન્યા " કાવ્યની યાદ ઉભરી આવે છે . આપ જરૂરથી એ મેળવીને વાંચજો . એમાં જે જોશનું રસભર્યું વર્ણન છે , એ વાંચીને આપણે પણ સ્ફર્તિવાન થઇ જઈએ . તેઓએ દેશ માટે મારી ફીટનારની કથાઓ " કુરબાનીની કથાઓ " ના નામે લખી છે ; તે તેમનું પ્રથમ પુસ્તક છે . લેખન સાથે તેઓએ પત્રકાર તરીકે કાર્ય કર્યું છે . "સૌરાષ્ટ્ર સાપ્તાહિક " અને "જન્મભૂમિ સમાચાર પત્ર " માં તેઓએ 23 વર્ષ પત્રકાર તરીકે કામ કર્યું . 1942માં તેઓ "ફૂલછાબ" નામના સમાચાર પત્રના તંત્રી રહયા . આ સાથે તેઓએ નવલકથાઓ લખી." વેવિશાળ" નવલકથા ઉપરથી નાટક ભજવાયું અને " માણસાઈના દીવા " માટે તેમને " મહિડા પુરસ્કાર " મળ્યો હતો . બીજી નવલોમાં , " વસુંધરાના વ્હાલા દવલા ,પણ ખ્યાતિ પામેલ છે . તેઓના કાવ્ય સંગ્રહમાં ,"વેણીના ફૂલ," જેમાં કિશોર અને નારીના ભાવ ઝિલાયા છે . "કિલ્લોલ, યુગવંદના " ગર બાના સંગ્રહોમાં " રઢિયાળી રાત (4ભાગમાં ) "ચૂંદડી '(2 ભાગમાં) ,"હાલરડાં" અને "કંકાવટી" જેમાં વ્રતો વિશેની વાર્તાઓ આપી છે . લોકસાહિત્યના પ્રદાન માટે 1928માં તેઓને "રણજિતરામ સુવર્ણ ચંદ્રક" આપવામાં આવ્યો હતો. એમના કેટલાંક જાણતા કાવ્યો .
1 જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
2 પોઢજો રે મારા બાળ , પોઢી લેજો પેટ ભરીને આજ,
કા;લે કાળાં યુદ્ધ ખેલાશે સુવા ટાણું ક્યાં ય ના રહેશે , શિવાજીને નીંદરું ના'વે માતા જીજીબાઈ ઝુલાવે (શિવાજીનું હાલરડું )
3 મીઠાં મધુ ને મીઠાં મેહુલારે લોલ ,એથી મીઠી તે મોરી માત રે
4 દાદા હો દીકરી વાગડ ન દેજો રે સૈ
5 સોના વાટકડી રે કેસર ઘોળ્યા વાલમિયા
6 ચૌદ વરસની ચારણ કન્યા , ગીરના કુત્તા ઉભો રેજે
રણ મેલીને એ કાયર ભાગ્યો , નર થઇ નારીથી ભાગ્યો , નાનકડી છોડીથી ભાગ્યો
7 રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે .-- આ કાવ્ય એક ભાવાનુવાદ છે .તેમની જ બંદિશમાં ચેનલ " બેલા બહાર પુષ્પ માલિકામાં " આપને સાંભળવા મળશે .
તો મિત્રો , આપણા ગુજરાતી સાહિત્યના આવાં આવાં અપ્રતીમ સાહિત્યકારો વિષે આપણે વધુ વાતો કરતા રહીશું
મૂંઝવણ
આ ઉછળતા હૈયાને ક્યાં લઇ જાઉં ?
આ તડપતા દિલને ક્યાં લઇ જાઉં ?
ઉર્મિઓના લોઢ ઉછળે છે ,ઉમટે છે ,
ને , યાદોનાં પાન ઉઘડે છે ! નરી વાસ્તવિકતા કરડે છે ;
આ એકલતાને ક્યાં લઇ જાઉં ?
નથી કોઈ પ્યારનું વિજન કે , નથી સુરતાલ , ન કોઈ નર્તન છે !
"બેલા" , તારી સુક્કી ફોરમને ક્યાં લઇ જાઉં ???
6/8/20??
3.55 એ. એમ .
સર્વવ્યાપી શામળા
તુજને પેખું છું મારા શામળા!
આ ઝરણામાં ને આ વનરાઈમાં ,
ઊંચે આકાશના વાદળામાં, નીલ ગગનના પેટાળમાં !
આવો હે હરિ ! આવો હે મારા વા'લમા !
બે ઘડી બેસીએ સાથમાં .
ગીત છેડું , તારી વેણુના સંગમાં ને નાચું ઝરણાની કલકલમાં !
દેખું છું શ્યામ ! તને કણ કણમાં , વૃક્ષોની ઊંચી હારમાળામાં ,
"બેલા" બની સુગંધિત , આનંદમાં , હવે છોડું ના , તને મારા શામળા !!!
6/8/20?
3.30 એ. એમ.
મોરપીંછ અને મોરલી
મોરપીંછની સુંવાળપથી , તમે જરા અડો જો શ્યામ,!
હિજરાતા હૈયાને , તો , ઘડીક મળે આરામ .
મુરલીના એ મધુર સુરોથી , છેડો જો એક તાન ;
સુણી એ નાદ સ્વરોના ,અમને જરીક મળે આરામ .
સુંવાળપ એ મોરપીંછની, ને સુકુમાર તારી શાન !
રીઝવે જોને ,સૌ જગતને, જોને જોને શ્યામ!
મયુર-ગહેક ને કૂક કોકિલની રેલે મદમાતાં ગાન ,
અમને ય ડોલાવે જરીક ,એ "બેલા"ની સંગાથ! ! !
6/4/2025
2.30 પી એમ .
સંધ્યા
અંધારું આ ઊતર્યું , જીવનની સમી સાંઝે
ગુલાબી છાયા વચ્ચે ,ધુમ્રસેર ધૂંધળી ઊડે ;
બચપણની ખેલકૂદની ઉછળતી યાદ અપાવે ,
સલુણાં સોણલાં ,જુવાનીમાં જોયા , સરકે ,!
અરેરે! હવે તો એ યાદની ઝાંખી ઝળહળે
દીપ બુઝાય હવે યાદ તણો ધીરે ધીરે ;
દ્રશ્ય, દિશા કે સમય, ના કાંઈ એ સૂઝે;
જોઈ એ વૃદ્ધત્વને "બેલા" સુકાતી જાયે !
24/2/2025
3.00 પી એમ .
સગુણ-નિર્ગુણ
મારાં રે હૈયામાં એ તો નિર્ગુણ વસે છે ,
બન્ધ પલકોએ દેખું એ નિરાકાર તત્વ છે !
નયનોને ખોલતાં,સગુણ એ મુરત છે ,
દેખી સાકારને ચક્ષુ સંતૃપ્ત છે --મારા રે ...
જાણું છું ,પરમાત્મા, સર્વ સૃષ્ટિ મહીં છે ,
હ્ર્દયે વસે છે ને મન્દિરે રમે છે ;
રસનાની રટણામાં આનંદે વહે છે ,!
ધારણાની ધરીએ આવીને મળે છે .----મારા રે ......
મિલનના એ ચમનમાં ખુશ્બૂ ઊડે છે ,
એનાં એ હિલોળે ,"બેલા" યે ડોલે છે .----મારા રે ....
27/2/2025
11.30 એ એમ.
ગોકુળની યાદ
આવે ગોકુલ યાદ આવે, કૃષ્ણરાયને , આવે ગોકુલ યાદ આવે .
કાલિન્દી તટે કચ્છપ ફાળ ભરતા ,
કાંઠે કદંબ વૃક્ષ ડોલે, કૃષ્ણરાયને આવે .....
બંસીવટ ઘેઘૂર ને રમણીય રાસલ્હાણ ,
ગોપીના માખણ ભાવે ,કૃષ્ણરાયને આવે .....
કુંજવને કોકિલની કૂજે કીલકારી ,
નિધિવને રાધિકા ઘૂમે મદમાતી;
ગંગીના દૂધ યાદ આવે , કૃષ્ણરાયને આવે ....
ગોપબાળ સંગે વનરાવન મ્હાલે ,
મોરમુકુટ બન્સીની તાને , કૃષ્ણરાયને
આવે ગોકુલ યાદ આવે .
16/11/ 2024
3.55 પી.એમ.
Subscribe to:
Posts (Atom)





























