Pages

Showing posts with label ગોકુળમાં જટાળો જોગી. Show all posts
Showing posts with label ગોકુળમાં જટાળો જોગી. Show all posts

ગોકુળમાં જટાળો જોગી



આવ્યો એક જટાળો જોગી,લાલન દર્શન ભોગી રે ,
કૈલાસથી ઊતરી આવ્યો જોગી, ગોદમાં લેવાનો કામી રે .
મુંઝાય માત , એને હૃદયે  ,ડરની દોરી રે ,
યશોદા દુરથી દેખાડે ,રખે ઉપાડી જાય જોગી રે .

વળયાં  હતચિત્ત જોગી,જઈ  બેઠા યમુનાજીની પાળે રે ,
વહે અશ્રુધાર નયને,વલોપાત કરે જોગી રે ;
કૈલાથી વ્રજની યાત્રા ,બની ગઈ હ્રદ તોડી રે .
લાલો પામી, રડે પારણે, બેવડવાળી ઓટી  રે ;
દોડાવે ગોપીને માતા , તેડાવો એ જોગીને ,
નજર ઉતારે લાલનની રોકે અશ્રુ મોતી  રે. 

લીધાં ગોદમાં બાળપ્રભુને, ચરણ હૈયે ચાંપી રે ;
વિસ્મિત ભયે વ્રજવાસી, દેખી હરિ-હરની જોડી રે .

લાભ્યો જોગી , ગયો કૈલાસે, બની એક રોગી રે ;
લુમ્બી ઝુંબી "બેલા" નીરખે, જોગી બની ગયો રાગી રે .
                                          31/5/2025
                                            4.00 પી. એમ