તારી આંખ્યું નાં જામ,તેં પીવડાવી શ્યામ !
મને કેવી મદહોશ કરી દીધી !!
સુખ ચેન લુંટી ને જોને
બે હાલ કેવી કરી દીધી ?!
નજર્યું નાખું ત્યાં દેખું હું તુજને
બસ પાગલ પ્રેમી કરી દીધી !?
જીન્દગી નાં લીરાં થયાં કેવાં જોને
ચીથરેહાલ કેવી કરી દીધી !
"બેલા"એ તારા જામની મસ્તીમાં જોને
પોતાને તારા લોકમાં રવડતી કરી દીધી !
બેલા
૩૧-૩-૨૦૧૨ /૧૧.૨૦.એ.એમ.