મારાં નયનથી અશ્રુ ઢળીને
હવે જોને ! આ સાગર બન્યાં
હૈયાની આ પીડા વહીને
સમદરની એ ખારાશ બન્યાં
શ્વાસ મારો સાગરમાં ઉછળે,
ઊડી ઊડી એ વાદળ બન્યાં !
બની ચાતક હું ઊભી ;
ફાડી રાખી ચાંચ ને ,
ફોર્યું નાં એકે બિન્દુ,
તમે કેવાં નિષ્ઠુર બન્યાં !?
ભેગાં કર્યાં મેં સાગર છીપનાં મોતીને
પણ એ તો જો ને ફટકિયા કેવાં બન્યાં ??!
બેલા
૨૫-૩-૨૦૧૨ /૯.૩૦.એ.એમ
No comments:
Post a Comment