Pages

Showing posts with label આંસુનાં મોતી. Show all posts
Showing posts with label આંસુનાં મોતી. Show all posts

આંસુનાં મોતી


         

         મારાં પગ થયાં છે થાંભલા રે ,હું તો વાટ્યું જોતી ઊભી 
        મારી આંખ્યુંના તેજ ઓલાણા રે ,હું તોય નેવાં કરીને જોતી .

        મારાં હોઠ સુકાયા ને જીભ તૂટી ,તો ય નામ તમારું રટતી
        મારાં શ્વાસ ખૂટ્યાં ને આશ તુટી,રે!  હું ભાંગી પડી છું દડતી.

        મારો આતમ-દીપ બુઝાણો રે,આ કાયા તમને ઝંખતી 
        તો યે ના તમે આવિયા રે,હવે ચિતા ઉપર હું પોઢતી .

        આગ મારે લબકારા રે,વરસાવો હેતની હેલી 
       રાખને મારી ભેળવે રે ,તમ આંસુનાં મોતી ભેળી .
                                                             બેલા 
                                                            ૧૧-૯-૧૯૭૪