Pages

Showing posts with label સ્વર્ગ..ડોક્ટર.સુરેશ દલાલ ને.. Show all posts
Showing posts with label સ્વર્ગ..ડોક્ટર.સુરેશ દલાલ ને.. Show all posts

સ્વર્ગ..ડોક્ટર.સુરેશ દલાલ ને.




આવડીક અમથી આંગળી ને 
છોડી ચાલ્યાં તમે.
શી રીતે લખાય હવે ?
પેન હાથેથી સરે !

તમારું વાક્ય ને તમારું ઓજસ ,
અઢળક  હામ દેતું અમને .
કેમ કરી ટકાવશું ?
વડીલ?,સખા?,આત્મીય ?
તમ વિના આ "કવિતા"
ને આ "ઈમેજ"પ્રકાશનને?

મન તો હતું,તમને મળવાનું ;
યુ.એસ.થી આવુંને.
       પણ 
ગોઝારો કાળ લઇ ગયો 
મુજ અભિલાષા તમ સંગે !


કૃષ્ણનાં સાનિધ્યમાં 
એનાં મોરપીંછની 
સુંવાળપ, તમને મળે 
એ જ અભ્યર્થના .

બેલા.૧૫-ઓગસ્ટ.૨૦૧૨ 
૧૨.૩૦.પી.એમ. યુ.એસ.એ.