મને મ્હારો કાનજી વ્હાલો રે
બીજો કોઈ હૈયે ના આવે રે
.
ઘાટ ઘાટ ને મંદિરિયામાં
ફરી વળી હું તો બઈ ,
બાગ બગીચા ઉપવન જોયાં
વૃંદાવન જેવાં નઈં .-----મને.......
ગામ ગામ નાંતીરથ દીઠાં
થાકી દેવો જોઈ ,
સોનાની સૂરત દેખી પણ
મોહન જેવી નઈં ----મને.......
ગુલાબ,મોગરો,ડોલરિયો
ને ચંપા,ચમેલી ,જૂઈ
"બેલા"ની ડાળ ઝૂકી ઝૂકીને
ચરણ-રજ લેતી ભઈ.--મને........
બેલા
૭-૩-૨૦૧૨ /૭.૩૦.પી.એમ.
No comments:
Post a Comment