Pages

લુભાવન રાધા




 મને દેખાય છે 
  રાધા ગોરી.
 આપનો બ્લ્યુ રંગનો 
    ઘાઘરો.
 સફેદ જરી અને મોતીથી 
   બુટ વેલ ભરેલો.
 ચમકે છે.રજત તારા એમાં.
         અને 
 રણકે છે આપનાં  પાયલ,
        જયારે 
 આપ રમણો છો શ્યામ સંગ.
       
                રાધા ગોરી!
 આપના કંગન ખનકે છે 
            અને 
 કુંડળ ચમકીલાં ડોલે છે જયારે
         ત્યારે 
 લાગે છે કે આપની ગ્રીવાને 
 પતંગિયા ચૂમે છે.

           રાધા ગોરી!
 કંઠ માળ ઝૂલે છે આપની 
 કસુંબી કંચુકી ઊપર 
 શોભાવતી આપનો પલ્લવ .

         રાધા ગોરી!
 વક્ર ઓષ્ટનું  સ્મિત 
       અને 
ભાલની ટીલડી 
 લોભાવે છે "બેલા"ને ય તે 
પેલા શ્યામ સુંદર સંગ !
                         બેલા 
                           ૧-૩-૨૦૧૨ /૭.૪૦.એ.એમ. 

No comments:

Post a Comment