Pages

નહીં



  અમારી આહુતિઓનો તમે બેશક ઇન્કાર કરી શકો છો;
  તેથી અમારી અને તમારી લાગણીનાં ગઢનાં કાંગરા ખરશે નહીં

          તમારા પ્યારના પાયા ઊપર અમે મિનાર ચણી દીધો;
          (હવે)તમારી અવહેલનાથી મિનાર-શિખર ઢળી પડશે નહી.

 તમારા આ જ વર્તનથી તો અમે વધુ નજદીક આવ્યા ઓ પિતા !
 કસોટીના કાળમાં અમારી ધીરજ-ધજા તૂટી પડશે નહી.

           છો ચમન વેરણ થઇ જાયે,ભલે બુલબુલો ઊડી જાયે;
           "બેલા"ની બાગબાની ની કસમ !મહેક ઊડી જશે નહી.
                                                                      બેલા 
                                                                   ૨૯-૯-૧૯૭૮/

No comments:

Post a Comment