Pages

Showing posts with label પચાસ પછીની મારી જિંદગી. Show all posts
Showing posts with label પચાસ પછીની મારી જિંદગી. Show all posts

પચાસ પછીની મારી જિંદગી



પચાસ પછીની  મારી જિંદગી....
...તને સલામ છે....

...ઉંમરની ચાડી ખાતા ચશ્મા
 પણ લેટેસ્ટ ફ્રેમથી 
નવો લુક આપે છે...

...વાળની સફેદીથી 
હું નિરાશ નથી...
બર્ગન્ડી કલરનો ટચ 
નવી આભા ઉપસાવે છે...

....હા, ડાર્કસર્કલ્સ 
થોડા ઘેરા થયા છે ..
પણ એથી 
કાજળનો કૈક ઓર ઉઠાવ આવે છે

....."જવાબદારીમાંથી 
નિવૃત્ત થયા પછી શું કરીશ?"
 આવું વિચારવાનો 
સમય જ તેં ક્યાં આપ્યો?..

....સમજણ પણ 
પરિપક્વ થઈ છે. 
દ્રષ્ટિકોણે પણ જમાના સાથે
 તાલ મેળવ્યો છે...

..... "પંખીને પાંખો આવી 
અને ઉડી ગયા" ના 
અફસોસ ને બદલે ખુશી છે
 એમને ઉડવાને 
આસમાન આપ્યા ની...

...મને સંતોષ છે 
જવાબદારી ખૂબ સારી રીતે નિભાવ્યાનો.

...આજે પણ દર્પણમાં જોઈને
 એટલો જ આનંદ થાય છે જેટલો મુગ્ધાવસ્થા માં થતો...

..... ચંચળતા થી ઠહેરાવ સુધી
 લાવનાર...મારી જીંદગી.

...તને સલામ છે