અથાક મે શોધ્યું તને !
તારા રૂપને,તારા અસ્તિત્વને ;
શોધતી રહી છું વર્ષોથી .
પલકભરમાં આવીને ,દેહને આત્માથી
છુટ્ટો પાડીને ,ઊડી જાય છે તું.
પરંતુ
ક્યારે ય દેખા દેતું નથી !
નજર સામે જ
કેટલાં ય સ્નેહી -સ્વજન ગયાં
તારી સાથે.!
પરંતુ
તું ક્યાં છે ?
મને કેમ ઝલક મળતી નથી ?
કેટલી તડપાવીશ ? હજી ?!
તારા દીદાર કરવા ચે મારે ;
દર્શન દઈશ ને ???
બેલા
૧૨-૫-૧૯૯૭ /૬.૨૦.એ.એમ.
No comments:
Post a Comment