Pages

Showing posts with label તમે...... Show all posts
Showing posts with label તમે...... Show all posts

તમે.....



 શ્વાસ થઈને આવ્યાં રૂદિયામાં તમે,
 અને સદા બહાર બનીને છુપાયા તમે.

આંખડીના વ્હાલના વાસંતી વાયરા ઢાળ્યા તમે,
કે લાગ્યું કુંજ-ઘટામાં મોર થઇ ગહેક્યા તમે.

  મુજ શબ્દને વણી લીધાં નિજ સૂરમાં તમે,
  ને પ્રેમ-ગીત થઇ જીવનમાં રણક્યા  તમે.

 ફુંક આપી બંસરીને ને સ્વર વહાવ્યા તમે,
 શ્વાસ અટક્યા અમારા તો રીસાયા તમે.

 કોને કહે 'બેલા' કે કાં'ના વરણાગીયા  છો તમે,
 રમત રમાડીને છુટા મેલ્યાં અમને તમે.
                                                 બેલા
                                                ૨૪-૨-૨૦૧૨/૧.૩૦.પી.એમ.