----આ આવી , વસંત વ્હાલી ,ને
----કોકિલના કંઠ જુઓ કોળ્યાં !
----મત્ત મત્ત વાયુ ઝોલે ,વલ્લરી ઝૂલે ,
----લઇ જોબનીયાના લહેરાતાં ફૂમતાં;
----આંબે આંબે મ્હેકી ઊઠી, મંજરીઓ ,
----તીતલીના તાલે ભ્રમર કરતાં રે કેલીઓ ! ----કોકિલના--
----સિતાર છેડે છે વાસંતી વાયરા ,
----મોગરાની કળીઓ તલસી ઉઘડવા;
----રાચે, ચંપા ને જૂઈ સંગે ફોરવા ;
----"બેલા" ઉન્મત્ત બની લાગી છે હીંચવા !
----કે કોકિલના કંઠ જુઓ કોળ્યાં !
૨૨ જાન્યુઆરી૨૦૧૮
૧૦.૩૦.એ. એમ. યુ.એસ.એ.