એક દિ' રામજી આવશે
ભવની ભીડ ભાંગશે
આશાના એ તાંતણે
શબરી બેઠી
દીઠાં નથી, ઓળખશે શેં ?
પ્રશ્નો નથી એવાં;
એને હૈયે .
શબરી તો બસ
શ્રદ્ધાના બળે
રામ નામ રટતી બેઠી .
વાયરો વાત લાવ્યો,
રામજીનાં વાવડ વાયો
શબરી ડોશી દોડી
અદીઠાં રામજીને ધરવા ;
હેતે,પ્રેમે ;
બોર ચાખતી બેઠી
હૈયાનાં હેત,પ્રેમ,ભાવ
વિશ્વાસની નાવડીએ
તરતી
રામજીને ભજતી
રામજીનાં સ્પર્શે
સ-દેહે
સ્વર્ગે સંચરી !
૬-૪-૨૦૦૯ /૬.૩૦.એ.એમ.