Pages

Showing posts with label વસંત. Show all posts
Showing posts with label વસંત. Show all posts

વસંત

  


ખીલી જુઓ વસંતે આ લતિકા ,
ખુશ્બુ ભરી "બેલા" ઝૂમે, બની હર્ષિતા .

સોનલવર્ણી સૌમ્ય રાધિકા,
સોહે ,સોનચંપા માલ ધરિકા !
આ વસંતમાં, દીસે ઉલ્લાસિતા ;
કલેજે કૃષ્ણ-પ્રેમ ધારીકા .

શ્રીઘરની  છે આરાધિકા ,
ગુંજે,કુંજે સહી કર તાલિકા ;
હરિ રીઝે, દેખી સ્વયંની પ્રેમિકા ,
હીંચાવે હિંડોળે , ચગાવી વલ્લરીકા ! ! ! 
                                13/2/2024 
                                 6.30 પી એમ .

વસંત



 કુંપળ ફૂટવાના દન્ન આયા,

 હો રાજ,આ વાસંતી વાયરા વાયા.

      શિયાળુ સાંજના તાપણા ઓલાણા,
      ને પંખીડા એ પરભાતિયા ગાયા.

 કેસૂડે કેસૂડે ટસરો ફૂટી 
 અને ભમરાએ ગીત રેલાવ્યા 

       વાયુની વાંસળીને સાથ પુરાવે કાં'ન 
       ગેબી કો' તાન સુણાવ્યા.

 રાધિકા ઘેલી બની,ગોપીઓની સંગે આવી ,
 "બેલા"નાં ફૂલે વધાવ્યાં 

    હો રાજ આ વાસંતી વાયરા વાયા !

                                              બેલા 
                                              ૮-૨-૨૦૦૮ /૫.૩૦પિ.એમ.