Pages

Showing posts with label કુદરતી અને બનાવટી ફૂલોનું જીવનમાં મહત્વ. Show all posts
Showing posts with label કુદરતી અને બનાવટી ફૂલોનું જીવનમાં મહત્વ. Show all posts

કુદરતી અને બનાવટી ફૂલોનું જીવનમાં મહત્વ -વાચિક્મ -બેઠક

ધરતીને માતા કહી છે અને પ્રકૃતિએ અનેક રંગ રંગના, અનેક પ્રકારના અને અનેક પ્રકારની સુગંધોવાળા ફૂલોની ; -આ માતાને, મહેકનો આનંદ આપવા અને માતાના શૃંગાર અર્થે , ઉત્પત્તિ કરી છે . આ ફૂલોથી ધરતી કેવી શોભાયમાન બની  છે ? ! વળી, એ ફૂલો ઉપર ,પરોઢિયે ઝાકળ રૂપી મોતી પણ પરોવે છે ! ; જે , ક્યારેક મેઘધનુષી બની ધરતીને ખિલખિલ મુસ્કુરાહટ આપે છે . 

   માનવી આ અનુપમ અને અમુલખ ભેટ લઇ દેવળમાં જઈ પોતાના  આરાધ્યને ચરણે ધરે છે , તથા આ ફૂલોમાંથી હાર , બાજુબંધ , કંગન ,ઝુમખા દામણી  જેવાં શણગાર બનાવી આરાધ્યને પહેરાવી એમની શોભા વધારે છે . પ્રકૃતિની આ અઢળક દેનનો  ઉપયોગ, માનવી , સ્વ-સંસારમાં આવતાં પ્રસંગો , જેવાં કે , લગ્ન , જન્મદિન, વિજયોત્સવ , સન્માન સમારોહ , ઉપરાંત વાર તહેવારે તોરણ તરીકે વાપરવામાં કરે છે . 50\60 વર્ષો પહેલાં કન્યાઓ ગૌરી વ્રતની ઉજવણી વખતે , વધુઓ સીમંત પ્રસંગે ,ફૂલોમાંથી બનાવેલા શણગાર સજતી - જેને 'વાડી ભરી " જેવાં શબ્દોથી નવાજવામાં આવતી . 
 આમ આ પ્રકૃતિદત્ત ફૂલોની મહત્તા જ કાંઈક અનેરી છે . તો , બનાવટી , એટલે કે કાગળમાંથી, પ્લાસ્ટિકમાંથી ,કે રેશમી દોરી \કપડામાંથી બનાવેલાં ફૂલોનું પણ મહત્વ ઓછું નથી ! પ્રાકૃતિક ફૂલોનો જીવનકાળ ટૂંકો હોય છે અને એને ચૂંટવા નિતદિન જવું પડે છે . ક્યારે ક ઠાર પડવાથી કે વધુ પડતા તાપથી ફૂલો પ્રમાણમાં ઓછાં મળે છે ; ત્યારે માનવીએ પર્યાય રૂપે આવાં બનાવટી  ફૂલોની શોધ કરી અને મેહનત કરી અસ્સલ કુદરતી જેવાં જ દેખાય તેવા ફૂલોનું સર્જન કર્યું ! વળી, તેમાં પ્રાકૃતિક ફૂલોના અર્કમાંથી બનાવેલ અત્તરની સુગંધ છાંટી એને સુગંધિત પણ કર્યા ! આમ આ બનાવટી ફૂલો આરાધ્ય સિવાય બીજે બધે વપરાવા લાગ્યા . આ ફૂલો કરમાતા ન હોવાથી ઘરની શોભા માટે વાઝમાં મુકવા ઉપયોગી થયાં છે . વખત જતાં જો ધૂળથી મેલા લાગે તો ધોઈ , ફરી અત્તર છાંટી વાઝમાં ગોઠવી શકાય છે . 
    આરાધ્ય અને શુભ પ્રસંગે ફક્ત પ્રાકૃતિક અને બીજે બધે બન્ને પ્રકારનાં ફૂલ ઉપયોગમાં લેવાય છે . આ રીતે . પ્રકૃતિદત્ત અને માનવકૃત બન્ને પ્રકારનાં ફૂલોનું આગવું સ્થાન અને મન છે ; એ જ એનું મહત્વ છે . અસ્તુ .