ઈશ્વરે જન્મ લીધો,માનવ રૂપે ,
રામ સ્વરૂપે, કૃષ્ણ સ્વરૂપે .
ભગવાન ગણાઈને પૂજાયા.
છતાંયે
માનવ જેવાં કર્મ કર્યાં .
વાલી -વધ કર્યો;વૃક્ષ પાછળ છુપાઈને,
કૃષ્ણ જન્મ પહેલાં સતીત્વનું ખંડન કર્યું;
શાપ પામ્યાં, વૃંદા તરફથી.
અને કૃષ્ણ રૂપ પામ્યાં શાલીગ્રામ બનીને.
કૃષ્ણ સ્વરૂપે જનમ્યાં શ્યામ રંગે.
પારધીએ વધ કર્યો,વૃક્ષ પાછળ છુપાઈને.
કર્મ-ફળ જ ને?-માનવ રૂપનાં?
તો ય ;માનવી ભૂલે છે :
કર્મ-ફળને.
શા માટે ?
બેલા
૩-૧-૨૦૧૨
No comments:
Post a Comment