શ્રી કૃષ્ણ
સનાતન, સદાકાળ ,અનાદિ,અનંત.
શ્રી કૃષ્ણ ને જોવા છે? પ્રત્યક્ષ?
શ્રી કૃષ્ણ વસે છે :
બાળકના નિર્દોષ નેત્રમાં,સંમોહક હાસ્યમાં,
શ્રી કૃષ્ણ વસે છે:
જીવનની હતાશ પળમાં;આશાનું અમૃત બની.
શ્રી કૃષ્ણ વસે છે :
મનુષ્યની વિષમ પરિસ્થિતિમાં
જીવન-રથનાં સારથી બની.
પરમ પ્રેમમાં,પરમ મૈત્રીમાં.
શ્રી કૃષ્ણ વસે છે :
રાધાનો આનંદ અને રુક્મણીના હૃદય સ્તંભ બની ને.
ના દોડો શોધવાને.ન કરો વૈરાગ્યની વેવલાશ
હ્રદયે ભક્તિ તો હૃદયમાં વસે છે શ્રી કૃષ્ણ.
હૃદયમાં પ્રેમ તો કૃષ્ણ અંત:સ્થળમાં !
અંતરના આંગણા માં જ ઊભા છે
શ્રી કૃષ્ણ !
એક અવાજ દો; અરે ,ફક્ત અવાજ દેવાની લાગણી પ્રગટાવો
ને
દોડી આવશે શ્રી કૃષ્ણ !!
બેલા
૪-૩-૨૦૧૨/૯.૦૦ એ.એમ.
No comments:
Post a Comment