Pages

Showing posts with label યાત્રા. Show all posts
Showing posts with label યાત્રા. Show all posts

યાત્રા

      યાત્રા શબ્દ સાંભળતાં  જ મનમાં એના વિષે વિચારવાયુ ઉત્પ્ન્ન થયો ! એને મેં આ રીતે શબ્દ દેહ આપવા પ્રયત્ન કર્યો છે।  

       યાત્રા એટલે --યે  ત્રાયતે ઇતિ યાત્રા --જે તારે છે , જે પથ ઉપર ચાલ વાથીકલ્યાણ થાય  કે કલ્યાણકારી અનુભવો થાય તેને યાત્રા કહે છે। આત્માના ઉતકર્ષ માટે જે પ્રયત્ન કરીએ , જાપ, સાધના ,સહાનુભૂતિ ,દયા, કરુણા વિગેરે સાથે જીવન વિતાવીએ તે જીવન-યાત્રા છે।  
     યાત્રા એ ગતિ સૂચક શબ્દ  છે।    બ્રહ્માંડની બધી ગતિવિધિ એ યાત્રા છે।  ઝરણાનું ઉદ્દગમ  થી સાગર મિલન એ યાત્રા છે।  જીવનયાત્રામાં  - જન્મ અમરજિયાત અને જીવનયાત્રાનાં  કર્મો મરજિયાત।  યાત્રામાં શીખવા મળે છે ;જે માણ્યું તેનો આનંદ।  નવા અનુભવો મળે છે।  
        શરીરની યાત્રા એટલે ,જન્મ સમયના અબુધ, અપંગપણાથી શરૂ થયેલી યાત્રા। માતા પોષણ આપે, મળ-મૂત્ર બીજા સાફ કરે તો જ બાકી એ નર્કમાં પડયા રહિયે ।  થોડી ઉંમર થતાં  જાતે ખાતા-પીતાં  ,મળમૂત્ર વિસર્જન કરતાં  શીખીએ। શાળામાં અને ઘર મા જાતજાતનું શિક્ષણ મેળવીએ।  શરીર યુવાન થતાં  ગૃહસ્થાશ્રમ શરૂ કરીએ . વિત્ત ઉપાર્જન માટે મહેનત કરીએ .એ દરમિયાન સારા-માઠા  અનુભવોમાંથી ટીપાઈને  સમજશક્તિ કેળવીએ અને ઉત્તરાવસ્થામાં અનુભવનું ભાથું નાનાને વહેંચીએ।     આ શરીર યાત્રા શું શીખવે છે ?  કે , હે અબુધ માનવ , જે રીતે , આ શરીર જન્મ સમયે અજ્ઞાની છે એ જ રીતે તું પણ જન્મ સમયે ઈશ્વરથી -પરંબ્રહ્મથી- અજ્ઞાત છે।  જેમ જેમ  શરીર અને જીવનની  યાત્રા આગળ ધપે છે તેમ તેમ મનની યાત્રાને વધારવી એ માનવીના જ હાથમાં છે , જેમ જેમ શિક્ષણ મળતું જાય --બાળપણમાં સફાઈ બીજા કરે તેમ જ મનની -શારીરિક અને માનસિક -સફાઈ ગુરૃઓકરે।  -- તેમ તેમ સમજશક્તિ અને ગ્રહણશક્તિ વધતી જાય .અને તેમ તેમ યાત્રા પણ વધતી જાય . આ યાત્રામાં- શારીરિક અને માનસિક બન્નેમાં  કંટકો ,ષડરિપુઓ ,અવરોધો તો કરશે જ ; કિન્તુ એ બધાને ધીરજ અને દ્રઢતાથી પાર  કરવાના આહુતિ-યજ્ઞ સાથે ; જેને ગીતામાં કર્મયજ્ઞ કહ્યો છે ; તેની સાથે યાત્રામાં આગળ વધવાનું છે।  અને અંતિમબિંદુએ પહોંચવાનું છે।  
       યાત્રા શબ્દ સાથે બીજો અર્થ સમાયેલો છે ;તે તીર્થયાત્રા। સામાન્ય રીતે આજ અર્થ લેવાય છે।  તારે તે તીર્થ। આ શરીર એક તીર્થ છે।  જ્યા નિષ્કામ ભક્તિનું રસાયન ભક્તને અજવાળે તે તીર્થાટન। મનનો સંયમ , મધુરવાણી , દાનધર્મ તીર્થ છે।  
        ત્રણે --શારીરિક, માનસિક અને આધ્યાત્મિક જીવનયાત્રાનું લક્ષ્યબિંદુ એક જ છે ; જ્યાથી આવ્યા ત્યાં ફરી પાછા પહોંચવું।  આ અંશબ્રહ્મે એ પરમબ્રહ્મમાં  ભળી જવું।  જયારે ત્યાં સુભગ-મિલન થાય ત્યારે આ યાત્રાનો અંત આવે  . અસ્તુ।  
                                                                                                                                                                                                               30\10\2020 

યાત્રા



-----જીન્દગીની  યાત્રા પગપાળે કરો ,ફરી ,
-----માણો તાતો તડકો,હૂંફાળી ટાઢે ઠરી ;
-----સ્પર્શો, વર્ષોથી લહેરાતાં વૃક્ષોની ડાળી ,
-----સૂંઘો, ધરતીની સોડમ અને વીંધો આભની અટારી ! 
                                   પરંતુ 
-----જો ચડયા ,માયા-ઇન્દ્રિયના ચકરાવે  ભૂલથી ,
-----તો પથ યાત્રાનો ધૂંધળાશે ,અંત ચુકાશે મઁઝીલથી , ! 
-----"બેલા" સમજી લે મરમ ,અને વેગળી રહે ભ્રમથી ,
-----નક્કી પહોંચીશ લક્ષ્યે , પામીશ પ્રભુને પ્રેમથી , ! ! ! 
                                                   15\2\2020 
                                                           12.15.એ.એમ. 

યાત્રા


શાને આ કોલાહલ? શાને આ દોડધામ?
કરવું શું છે? પામવું શું છે? કરીને આ દોડધામ?
યાત્રા કરો છો -પુરી ક્યાં થશે;ના જાણો ધામ !
ક્યારે પતશે કામકાજ, ક્યારે કરશો આરામ ?

આરામ તો હે જીવ ! પામશો;જ્યારે છોડશો આ ધામ !
જીવો,જીવનને,ઉત્સવ-મહોત્સવ બનાવીને ;
હવા,ચાંદ તારાની જેમ,મુકો પછવાડે કામ
પલ પલ ઉજવે છે,ઉત્સવ,હવા,ચાંદ ,તારા,ફૂલ
એ ય નથી નિષ્ક્રિય,ખીલવા,વહેવાની પ્રક્રિયામાંથી !
કિન્તુ,ચમકારે,ટમકારે,લ્હેરાવે ,ગૌણ બને છે એ કામ।
છોડો,ભાગ-દોડ અને સંગ્રહખોરી
વછૂટશે અધવચ્ચે યાત્રા,અને નહિ પામો ધારેલો આરામ !
કરો કલ્લોલ,ઉજવો ઉત્સવ આજ,માણો આરામ,
સિકંદરની મનીષા હતી, બનું વિશ્વ્ જીત ,પછી
કરીશ ઘેર જઈને આરામ ! 
કિન્તુ
યુદ્ધ યાત્રામાં જ મરણાસન્ન થયો ,ને
ક્યારે ય ન પામ્યો વાંછિત આરામ।

તો, આનંદો ,જીવનને ,લઈ કૃષ્ણનું નામ !
અંતે ખુશી ખુશી પામશો ;"એ" અનંત વિશ્રામ ધામ ! 

19 માર્ચ 2018 2.30 પી.એમ.
યુ એસ એ


આજ વાત લેખમાં પણ મૂકી છે;આ પ્રમાણે ---

યાત્રા

જીવ, જીવન યાત્રાની ગાડીમાં જન્મ લઈને બેસે છે અને માતા-પિતા મેળવે છે ત્યારે તો જાણે તેઓ જીવનભરનાં સંગાથી છે એમ લાગે છે। પછીથી એ યાત્રામાં જોડાય છે;સંબંધીઓ -જેવાં કે ભાઈ,બહેન,કાકા,મામા ,માસી,ફોઈ,વિગેરે -અને જીવનની રેલયાત્રા સભર સભર થઇ જાય છે।
પરંતુ સમય વિતતાં આમાંથી સર્વે પોતપોતાનાં સ્થાનક આવતાં ઉતરી જાય છે ;અને બીજા યાત્રીઓ,જેવા કે મિત્રો,પત્ની,બાળકો,યાત્રામાં જોડાય છે.કેટલાંક એવાં ય આવે છે અને જાય છે ;જેની આવન -જાવન ક્ષણિક સથવારા સાથે પુરી થાય છે. જે ધ્યાનમાં પણ રખાતું નથી.કેટલીક એવી બેઠકો ખાલી જ થઇ જાય છે.

તો, આ યાત્રા આનંદમય ,ઉલ્લાસભરી,સૌને માટે બની. રહે એ ઈશ્વરને પણ માન્ય છે.આ યાત્રામાં આપણું- જીવનું- અંતિમ સ્ટેશન ક્યારે આવશે અને યાત્રાનું પૂર્ણવિરામ ક્યારે થશે એની ખબર નથી
તો પછી
શાને આ કોલાહલ ? ! શાને આ દોડધામ ? ! .......અલબત્ત નિષ્ક્રિય નથી રહેવું પરંતુ આ ભાગદોડ ,આ સંગ્રહખોરી છોડો,છોડો કોઈએ આપેલા ઘાવની યાદ,મુસાફરો તો આવે ને જાય કોઈ મીઠું બોલે ;કોઈ તીખું તો કોઈ કડવું ! જીવની યાત્રા તો ઈશ્વરના સંધાન સાથે છે। "એ"નું સખ્ય ક્યારે ય છૂટતું નથી અને "એ"ને મળવા જ યાત્રામાં આવતાં દરેક પ્રસંગો,અને સહયાત્રીઓને ભૂલી જગતની યાત્રા માટે ખપ પૂરતી જરૂરિયાત સિવાયનું બધું છોડો। ક્યારે જીવનું આખરી સ્ટેશન આવશે એ ખબર નથી તો શા માટે આ દોડધામ ? કરો કલ્લોલ ઉજવો ઉત્સવ આજ ને માણો યાત્રા ; માનસિક શાંતિ અને કુદરતી કરિશ્માને સરાહીને,ઈશ્વરને ચિત્તમાં રાખીને ,કોઈને ય નુકસાન કે દુઃખ ન થાય એ રીતે....

21 માર્ચ 2018
10.15 એ.એમ
યુ એસ એ