અ- કેસરવર્ણ "પુલકિત" "વિહાન" ઉભર્યું ગગનમાં ,
સુવર્ણ રંગ પથરાયાં , "સોનલ" પુષ્પ વાટિકામાં ;
મધુવનમાં "વેંકટ"ની વાગે વેણુ સુરતાલમાં ,
આનંદી ભ્રમર ગુંજે , વિષ્ણુનાભિ કમળમાં !
9\1\21 8.50 એ.એમ.
બ -વર્ષો ઊડ્યાં અર્ધશતક ,પંખીડા સમ ,
ઉડાન ભરી ગગનમાં , પામ્યાં , સફળતાનો સંગ ;
ગોથા ય ખાધાં , લ્હેરે જ્યમ,આકાશે પતંગ !
"વન" વર્ષે "નવ" સંકલ્પે , માંડ્યાં ડગ , ભરી ઉમંગ ,
"બેલા" ઝૂમે , નિહાળી વલ્લરીને "ઝૂમખાં સહ , મન્દ મંદ મંદ -
ને , ફોરે , આશિષની ફોરમ વાયુની સંગ .
17\7\21 10.30. પી.મ.
8 ઓગસ્ટ 2021 ના જન્મદિને સોનલને આપ્યું .