Pages

Showing posts with label બેલા સંગ્રહ. Show all posts
Showing posts with label બેલા સંગ્રહ. Show all posts

બેલા સંગ્રહ















૧----ચૈતન્યમ પૂર્ણ આનંદમ 
        સ્મરામિ શ્યામ એકોત્વામ 
        નમામી ત્વામ ચૈતન્યમ 
        મોક્ષ આનંદ સાગરમ .

૨-----ધરતી અને આકાશ 
         એક થતાં જોયાં
         સાગર અને આકાશ 
         ભેટી જતાં જોયાં 
                ક્ષિતિજે 
          કોણ કોનામાં ભળ્યું ,ના સુઝ્યું ;
          દૂર રહી જાણે ;બે આત્મા 
                 એક થયા !
           કેટલું અગમ્ય સત્ય!!
           છતાંય અસત્યનો ભાસ થતો  
                     જુદાઈનો .
           એથી જ જાણે અસત્યમાં 
           સત્ય છુપાઈ બેસી રહ્યું :
            દેહમાં આત્મા સમું !!


૩----હું આકાશ અને તું ધરતી,મને યુગ યુગથી તું ગમતી 
       હું ઝૂરતો રહું વિરહમાં ,ને રડતો રહું ,તું ઝીલતી 
       હું ગગન બન્યો તું રેતી ,મને કણ કણથી તું ગમતી 
       હું ઊંચે રહું અનંતે ,તું  ચરણો રહી પખાળી 
       હું હળવે રહી ઉતરતો. મને ક્ષિતિજ પર તું મળતી 
       હું એકોહમ જ્યાં તુજમાં ,તું ગંગા થઈને વહેતી .


૪-----ઘણી આવી વસંત,પતઝડ પણ વહી જશે, 
         પ્રિયે પ્રણય મારો,અચલિત એમ જ રહેશે .

         નદી બની વહી રહે ,પૂર બને , સુકાઈ સાગર જશે;
         પ્રિયે પ્રણય કિનારો બની ,અચલ એમ જ રહેશે .

         આ શરીર ,યૌવને કે વૃદ્ધ થઇ, રહે કે નહી રહે ;
         પ્રણયી આત્મા તો પ્રભુમય બની ,અચલ એમ જ હશે .
----------------------------------------------------------------------------------

આ મેં ક્યારેક વાંચ્યું હશે અને ઉતારી લીધું છે. :કોનું લખેલું છે તે ખબર નથી 

સુરેશ દલાલનું લખાણ


 ડોક.સુરેશ દલાલનું લખાણ છે.

૧ --તુલસીનાં સહસ્રપાન 
      ને વચ્ચે લાલ ગુલાબ 
      જુઓ,મારા સાહ્યબાનો રુઆબ.

૨--મારે હાથે હું જ ચડાવું 
     તુલસી.
    પૂજા હોય ઉછીની નહીં.
    હું જ આરતી ગાઉં 
    ને સાંભળનારો વિષ્ણુ .

૩--વિષ્ણુને પામવા હોય તો   
     થવું માત્ર વિષ્ણુપ્રિયા 
     આટલું જ સત્ય અને એ જ 
     સત્યનારાયણ ની કથા.

૪--મેં 
    મારી ભીતર 
    ઉભું કર્યું એક વૃક્ષ.
    અંધકારને પૂરેપૂરો જીરવ્યો
    જઈને આકંઠ પીધો 
    હવે હું એની છાયામાં 
    પ્રકાશનું સ્વાગત 
    કરું છું.
    પૂર્ણ મૌનથી.

૫--ફૂલના આસન પર બેસીને 
     ઝાકળ 
     સુર્યની પ્રાર્થના કરે છે.

૬--મારી કને 
    આવવામાં તું આટલો 
    વિલંબ કેમ કરે છે?
    મારી આંખ 
   તારાં આવવાના રસ્તા પર છે 
   અને મારી નજર 
   ઘડિયાળના કાંટા પર.

૭--મને હજી સુધી 
    ખબર નથી પડતી 
    કે તું મને ચાહે છે કે નહીં?
   "હા " કે "ના"નો 
    કોઈ સંકેત તો આપ.
    હું ક્યાં લગી 
    અટકળ પર જીવ્યા કરું?

૮--હું તને ચાહું છું 
     એ વાત મેં તને 
    કહ્યા વિના 
    કરી દીધી છે,
    પણ તારા અભણ કાનને 
    કેમ કશું 
   સંભળાતુ નથી?  

મીરાં


સુરેશ દલાલ

મંદિર સાથે પરણી મીરાંરાજમહેલથી છૂટી રે!
કૃષ્ણ નામની ચૂડી પહેરીમાધવની અંગૂઠી રે!
આધી રાતે દરશન માટે આંખ ઝરૂખે મૂકી રે :
મીરાં શબરી જનમજનમની જનમજનમથી ભૂખી રે!
તુલસીની આ માળા પહેરી મીરાં સદાની સુખી રે :
શ્યામ શ્યામનો સૂરજ આભેમીરાં સૂરજમુખી રે!
કાળી રાતનો કંબલ ઓઢી મીરાં જાગે સૂતી રે :
ઘાયલ કી ગત ઘાયલ જાણે : જગની માયા જૂઠી રે!

પાનિયુમાં ખૂંચે છે ફળિયું,


શ્યામ હવે પાનિયુમાં ખૂંચે છે ફળિયું,
જ્યાં બેસીને રોજ રોજ બોલતો’તો કાગડો,
નેવાંનું ફૂટી ગ્યું નળિયું…

ખોબો તળાવ અમે નાખીએ ઉલેચી
પણ કેમ કરી સમદર ઉલેચવો !
એકાદા પાણકાને વેંઢારી લઇએ,
પણ આયખાનો ભાર કેમ વહેંચવો !

આંસુના આડબંધ કેમ કરી બાંધવા
જ્યાં તૂટી ગયું ભીતરનું તળિયું…!

એક બે કદંબને ગણવાના હોય તો
અકેકુ પાન ગણી નાખીએ.
એકાદા શ્રાવણને કાઢવાનો હોય તો
વૈશાખી ધીર ધરી રાખીએ,

ધીરજની ઉંમરની  એંધાણી આપતાં
હવે માથે ડોકાણાં છે પળિયું…

આણીપા સૂરજ જો ઊગવાનો હોય
તો અંધારું, આયખુંયે ઓઢીએ,
રાત્યુંની રમણામાં આવવાનો હોય
તો આખો અવતાર અમે પોઢીએ,

શ્વાસોનાં છાપરાં ચૂવે ચોધાર હવે
શ્રદ્ધાનું આભ સાવ ગળિયું
….
તારો અણસાર યાદ રાખવાને સાટું
હું મારો અણસાર સાવ ભૂલી,
આવે તો આવજે આંખ્યુંના અણસારે
છેવટ લગ આંખ હશે ખૂલી,

જીવતાંને મારીને રાખે છે જીવતાં
 એ સગપણથી કોઇ નથી બળિયું…
*****

ઇસુભાઇ ગઢવી

53, આદર્શ બંગલોઝ, મોતીપુરા, હિંમતનગર-383001

બેલા સંગ્રહ


 

યાદ એની હર અદા રહેશે તને
ને જમાનો બાવરો કહેશે તને

આયના સામે ઉભો, પહેરી અહમ
મેં કદી જોયો ન આ વેષે તને

શૂન્યમાંથી સહેજ પણ સર્જન કરો
તો ગણતરીમાં પછી લેશે તને

એકલા મણકા ભજે ના ચાલશે
સુત્રના ધાગે ખુદા મળશે તને

શ્વાસના પગલે કદી ના ચાલજે
એક દિ’ બેશક દગો દેશે તને

સુખુ મેવાડ



સુખુ મેવાડ એક આંખ થી વહે ને બીજી આંખે ભીનું ચિત્તોડ
કે મને શ્યામ ના તે લાગ્યા છે કોડ....
ઘોળીને દખ અમે પીધા છે વખ 
કે શ્યામ સંગ જવું પરદેશ 
રાણાજી મને ભાવતો નથી તારો દેશ.........

તારા મેવાડ માં રાત અને દિને  રે ગિરધાર ગોપાલ મુને સાંભળે.
સાંઢણી  ના મોઢે  થી કોણ જાણે કેમ મને 
સંભળાતી ગાયો ની વામ્ભરે.
દ્વારિકા ના સોના ના અજવાળા હોય ને 
મારી અંધારી ઘોર છે રવેશ.....રાણાજી .....

સંતોની સંગ મારે કરવો સત્સંગ 
ભલે  આંખો મેવાડ રહી જોઈ
હૈયા માં દખ અમે રાખ્યું છે  એમ
જેમ સાચવે ઘરેણા  કોઈ.....
ચિત્તે તો ક્યારનું છોડ્યું ચિત્તોડ 
હવે બાકીમાં ગોપી છે શેષ.....રાણાજી.....

જતિન બારોટ 

ઐશ્વર્યા મજુમદારે જે સરસ રીતે ગયું છે....તે દાદ દેવી પડે તેવું છે.....

આલ્બમ નું નામ છે...
હૈયા ને દરબાર.........

નીચેની લિંક પર સાંભળી શકાય.....
down load થાય તેમ નથી.....

બેલા સંગ્રહ


એકલા જવાના મનવા, એકલા જવાના ..
સાથી વિના, સંગી વિના
એકલા જવાના …
આપણે બે  એકલા ને  કિરતાર એકલો
એકલા જીવો ને એનો, આધાર જ એકલો .. (૨)
એકલા રહીએ ભલે ..
વેદના સહીએ ભલે .. (૨)
પોતાનાં જ  પંથે ભેરુ 
પોતાનાં વિનાના ..
સાથી વિના, સંગી વિના
એકલા જવાના ..
એકલા જવાના, એકલા જવાના 

કાળજાની કેડી એ, કાયા ના સાથ દે
કાળી કાળી રાતડીએ  છાયા ના સાથ દે .. (૨)
કાયા ના સાથ દે ભલે ..
છાયા ના સાથ દે ભલે .. (૨)
એકલા રહી ને ભેરુ  થાવું રે બધાના …
સાથી વિના, સંગી વિના
એકલા જવાના ..
એકલા જવાના, એકલા જવાના …
- બરકત વિરાણી -‘બેફામ’

જગજીત સીંગ

 




યે દૌલત ભી લે લો યે શૌહરત ભી લેલો
ભલે છીન લો મુઝસે મેરી જવાની
મગર મુઝકો લૌટા દો બચપનકા સાવન
વો કાગઝકી કશ્તી વો બારીશકા પાની [2]

મુહલ્લેકી સબસે નિશાની પુરાની
વો બુઢિયા જ સે બચ્ચે કહતે થે નાની
વો નાનીકી બાતોંમેં પરીઓં કા ડેરા
વો ચહેરે કી જુરિયોંમેં સદીયો કા પહેરા
ભૂલાયેં નહીં ભૂલ સકતા હૈ કોઈ
વો છોટીસી રાતેં વો લમ્બી કહાની
વો કાગઝકી કશ્તી વો બારીશકા પાની [2]

કડી ધૂપમેં અપને ઘરસે નીકલના
વો ચિડિયા વો બુલબુલ વો તિતલી પકડના
વો ગુડિયાકી શાદીપે લડના ઝગડના
વો ઝૂલોંસે ગીરના વો ગિરકે સંભલના
વો પીપલ કે છયોંકે પ્યારેસે તોહફે
વો તુટી હુઈ ચુડિયોંકી નિશાની
વો કાગઝકી કશ્તી વો બારીશ કા પાની -[2]

કભી રેતકી ઊંચી ટીલો પે જાના
ઘરોંદે બનાના બનાકે મિટના
વો માસૂમ ચાહતકી તસવીર અપની
વો ખ્વાબોં ખિલોનોકી જાગીર અપની
ન દુનિયા કા ગમ થા ન રીશ્તોં કે બંધન
બડી ખૂબસૂરત થી વો જિંદગાની

યે દૌલત ભી લે લો યે શૌહરત ભી લેલો
ભલે છીન લો મુઝસે મેરી જવાની
મગર મુઝકો લૌટા દો બચપનકા સાવન
વો કાગઝકી કશ્તી વો બારીશકા પાની [2
 

સૂની પડેલી સાંજ-અંકિત ત્રિવેદી



સૂની પડેલી સાંજને આવી સજાવ તું

ખાલી પડેલી વાવમાં પાણી નખાવ તું
જો શક્ય હો તો આંખની સામે જ આવ તું
શાને કરે છે આંખમાંથી આવજાવ તું
હું પણ હજુયે યાદ છું એ વાત કર કબૂલ
નહિતર આ મારી વાતને ખોટી પડાવ તું
આ એ જ સપનું જે મને રાતે જગાડતું
કંઇ પણ કરીને આજ તો પાછું વળાવ તું
પ્રત્યેક પળને સાચવી હંકારવા છતાં
હોડી અમારી જ્યાં ડૂબેલી એ તળાવ તું

 અંકિત ત્રિવેદી

સુરેશ દલાલના થોડા વાક્ય




૧-જિંદગી વિષે બહુ વિચાર ન કરવો,પણ જિવાય એટલી જિંદગી જીવી લેવી જોઈએ.

૨ જિદ્દી મનને મનાવવું સહેલું નથી.એ વાતવાતમાં નીરસ થઇ જાય છે અને જીવનને નીરસ કરી મૂકે છે.મન ભરપૂર હોય તો સર્વત્ર રસ છે જ.આપણે પોતે રસાળ શેરડી થઈને અડીખમ ઊભા રહેવાનું છે અને અંદરના રસને સાચવવાનો છે.

૩-આપણાતાર મેળવેલા અને સજ્જ હોય તો સૂર પ્રકટ્યા વિના નહીંરહે.

મૂલ્ય સાચું


કવિતા.---કિરીટ બારોટની લખેલી છે.

૧-સોંપી દીધાંપાનાં બધા,ખેલવા એને પછી,
   એ ફિકર કરશે હવે,એ જીતશે કે હારશે.

૨-એક છે ઉપાય કે બહુ ખેચવું નહીં,
   બહાનું મમતનું આમ પણ ડુબાડનારુ હોય.

૩-મને ચાહો તો રણ વચે ય વાવી દો ,
અને ચાહો તો હીમશૃંગે  લગાવી દો
જીવન છું ખુદ અને હર ક્ષણ જીવું છું હું,
મળ્યા પછી,ભૂલી શકો તો ભલે ભુલાવી દો.

૪-જો મને હો ચાહવો,જેવો છું તેવો ચાહ તું
  પથ્થર છતાં છું કીમતી,એ ભરોસો રાખ તું.
  વાળ ધોળા થઇ ગયાં તો શું થયું,ચિંતા નહીં,
  ચમકતા શ્વેત હીરાનું,મૂલ્ય સાચું આંક તું.

મોતની હારોહાર


હાથમાં કારોબાર રાખ્યો તેં,

ને મને બારોબાર રાખ્યો તેં,

એક ડગ છૂટથી ભરી ન શકું,

ખીણની ધારો ધાર રાખ્યો તેં,

કોણ છું કોઈ દી’ કળી ન શકું,

ભેદ પણ ભારોભાર રાખ્યો તેં,

આંખમાં દઈ નિરાંતનું સપનું,

દોડતો મારોમાર રાખ્યો તેં,

શ્વાસની સાથે જ ઉચ્છવાસ દીધા,

મોતની હારોહાર રાખ્યો તેં

મનોજ ખંડેરિયા

રેશમી ઋણાનુબંધ -Suresh Dalal


ગમે તેટલું મોડું થાય તો પણ જાગવાની ક્ષણ ક્યારેય મોડી નથી હોતી.જાગવું એટલે આંખ ખોલવી એવું નહિ,પણ અંદરની જાગૃતિ.
જીવનમાં કોઈક સવાર એવી ઊગે કે જયારે તમને એમ લાગે કે આપણામાંથી ઘણી બધી વસ્તુઓ ખંખેરી નાખવાની છે.
અમસ્તા પણ કોઈ દિવસ તમારા ઘરમાં નજર નાખો ઝાઝા ભાગે એમાં કામની કરતાં નક્કામી વસ્તુઓ વધારે હોય છે.આપણા શરીરની ભીતર પણ એક ઘર છે.એ ઘરને તમે આત્મા કહો કે ચૈતન્ય કહો,નામ ગમે તે આપો. આપણી ભીતર કેટલી બધીગ્રંથીઓ છે, કેટલા બધા પૂર્વગ્રહો છે.પાર વિનાના પક્ષપાતો છે.મામકા અને પાંડવોના ભેદ છે.મારું -તારું એમ કહીને ભાગલા પાડ્યા છે.આપણે અધૂરું ને અપૂર્ણ જોઈએ છીએ.આપણે ગઈ કાલના સંદર્ભમાં જ બધાને મુલાવીયે છીએ.ખરે વખતે ગ્રંથ પણ કામ નથી આવતા,કારણ કે આપણી ગ્રંથીઓ પ્રબળ હોય છે. તમે જે વાંચો છો એનો આછો અંશ પણ સમજણમાં અને આચરણમાં ઊતરે તો એનો કોઈક અર્થ છે.

ચોપડીનું નામ :રેશમી ઋણાનુબંધ -Suresh Dalal

શાયરીઓ


આગવું અસ્તિત્વ મારું તમને હું અર્પણ કરું,
હોય જે વ્યક્તિત્વ મારું તમને હું અર્પણ કરું.

-બેફામ

દીપ જેવાં આ નયન ની રોશની મારી નથી,
ચાંદ જેવાં આ વદનની ચાંદની મારી નથી.
-બેફામ

તમે એકાંત સમજી પાસે આવીને ઊભા છો  પણ
આરીસા માં જો મારો ચહેરો દેખાશે તો શું કરશો?
-સૈફ પાલનપુરી

હાથ શું આવી તારી ગલી,
જિંદગીનો પંથ ટૂંકો થઇ ગયો.
-આદિલ મન્સૂરી

અગર ખંજર જિગર માં છો તમે આ ભોંકનારા,
દુઆ માંગી રહ્યો છું હું સદા હકમાં તમારા.
-પતીલ

બદલાય છે-સુભાષ પંચોલી




જે હતું બસ એ જ છે,કેવળ નજર બદલાય છે

કઈ જ બદલાતું નથી કેવળ સમાજ બદલાય છે.



જિંદગી ને મોતનો આ સિલસલો ચાલ્યા કરે 

આ જન્મ બીજો જન્મ, કેવળ બદન બદલાય છે.



વાર હો તલવારનો કે શબ્દનો એ માર હો 

ઘા પડે છે બેઉમાં કેવળ અસર બદલાય છે.



એ જ રસ્તા એ જ કેડી જ્યાં હતા એ ત્યાં જ છે

કાફલા ચાલ્યા કરે બસ ત્યાં કદમ બદલાય છે.



શું નવાબી ઠાઠ થી રહેતો હતો 'અક્ષર' 

હવે,ખૂબ અગવડ છે છતાં પણ ક્યાં કબર બદલાય છે?


                            સુભાષ પંચોલી.




૨ હાયકુ 


       નભનું ભીનું

મ્હો  લૂછતી ધરા--

લીલાં પાલવે!


                           વિરહિણી ના 

                   એક માત્ર ની:શ્વાસે 

                    સુકાય વન!

આવને- હરીશ દોશી.





ઓ ઈશ્વર,
  તું અનંત અને હું કણનો ય કણ 
તારી એક ઝલક અને 
  મારા અનેક જન્મોની શોધનો અંત.

પાગલ મન દરેક ચહેરામાં તને તલાશે,
તારા એક અંશને પામવા તલસે 
જડ અને ચેતન,જો તું વ્યાપે છે સર્વમાં 
        મારામાં પણ 
તો આ તડપ શાને?
હોવા અને પામવાના ભેદ વચ્ચે 
અટવાતું મન,તરસ્યા કરે તને 
     તું આવને!

નવજાત શિશુસમ,પ્રભાતનાં કુમળાં કિરણો 
મનની ઠૂંઠવાયેલી  લાગણીઓને ઝકઝોરે અને
તું મારામાં હોવા છતાં હાથ લંબાવીને સ્પર્શી ના શકવાની પીડા
વાદળને ચીરતી વીજળી સમ ફરી વળે 
મારા સમગ્ર અસ્તિત્વમાં 
તો ક્યારેક તારા હોવાની પરમ અનુભૂતિમનના અંધકારને ઉલેચી ઝળળ ઝળળ કરી દે સમગ્ર ચેતનાને.
તારા એહસાસ વગરની કોઈ પળ નથી
અશક્ય ને શક્ય કરનાર તું 
મારી દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધી ફેલાયેલ વાદળો પર સવાર થઈને 
           તું આવને!

હું તારો શિશુ 
બાળકની જેમ ઝંખું,નીકળી પડું ધરતીના પેટાળમાં 
અગાધ સમંદરના તળમાં,માનસરોવરના જળમાં 
ને ઝળહળતા તારલાઓના પળમાં,
અને નિહાળું નરી આંખે પરમસત્યો 
માં......
જેની અનુભૂતિ વ્યાપેલી છે મારા રોમરોમમાં 
જેણે હમેશાં કર્યો છે મારો બિનશરતી સ્વીકાર
મારા ગંદા હાથથી હું એને સ્પર્શતો 
ને નેહ નીતરતી આંખે એ ચૂમતી મને 
એનાં ચહેરામાં તું હતો? કે તારા ચહેરામાં એ?
તું જ સાથી તું સંગાથી 
ને તો એ હું તને શોધ્યા જ કરું?
          તું આવને!
                              હરીશ યુ. દોશી.

અહાલેક- રાહી ઓધારિયા




દિલમાં અનુભવના ખજાનાને સજાવી રાખો!

પાનખર આવ્યા કરે,બાગ બચાવી રાખો!



--આપણે હોળી-દિવાળી બધું જ સરખું છે,

કોઈ પણ રીતે બસ ઉત્સાહ ટકાવી રાખો!



--જો જો, ક્યારેક તો મળશે જ તેઓ સામેથી,

માત્ર શ્રદ્ધાની અહાલેક જગાવી રાખો!



--આવવું જ પડશે કદી એ જ સ્વરૂપે એને,

એક નિશ્ચિત જો મૂરત મનમાં બનાવી રાખો!



--દર્દને એક તપસ્યા જ માની લો 'રાહી'!

કો'ક્ દી ફળશે ,ફક્ત ધૂણી ધખાવી રાખો!


                                    રાહી ઓધારિયા