Pages

Showing posts with label નિર્વિકારી. Show all posts
Showing posts with label નિર્વિકારી. Show all posts

નિર્વિકારી



      દિલનું નજરાણું લાવી છું ચરણે ધરવા 
      પિયુ,તમે તો પ્યારની હડતાલ પાડી છે.
      સુંદર તન્હાઈમાં ,લીધી અંગડાઈ નજરે પડવા 
      પિયુ,તમે તો નજર્યુંને નીચી ઢાળી છે .
                        
              પવનની પાંદડીએ બેસી ઝાંઝર ઝૂલી રણકે છે 
               પિયુ ,તમે તો સુણવાની હડતાલ પાડી છે.
              સર સર સાડી સરકે ,પાલવના મોર ટહુકે છે
              પિયુ ,તમે તો મુખ ફેરવી મુજને ટાળી છે .
     
      નાશાદી વિંટળાઈ વળી છે,હૃદય માંડ્યું છે રડવા 
      પિયુ તમે તો તટસ્થ  કો' મુનિની દશા સાધી છે .
      હૈયું હિબકે ચડ્યું ,ને તમન્ના હારી ગઈ 
      પિયુ તમે તો નિર્વિકારી થવાની ઠાની લીધી છે .
                                                             બેલા 
                                                    ૪-૪-૧૯૭૫