Pages

Showing posts with label અમીધાર. Show all posts
Showing posts with label અમીધાર. Show all posts

અમીધાર



----મેઘામ્બર છવાયો ,ને અમીધાર વરસી રહી 
-----ફૂલ ફૂલ ને પાન  પાન ને ,હુલાવતી,હસાવતી રહી ,
-----જુઓ , આ ગુલમહોર ,કેવો ખીલ ખીલ રહ્યો ડોલી ,
-----ગરમાળાનાં  ફૂલ તો સહજ  , રહયાં વર્ષાને નમી। 
-----પંખીગણ  કલબલે કલરવ કરી ,મયુર ઠમકે મેઘને આવકારી ! 
-----આવશે મારો શામળો , સોચી, 'બેલા" વિલસી રહી ;
-----પાથરે જાજમ અનોખી ,એનાં  સુગંધિત ફૂલ કેરી।  ! 
                                                          26\9\2019 
                                                                  6.45.પી.એમ. 

અમીધાર


ખરેખર તો અશબ્દ રહીને જ,
વરસાવે હેતની હેલીને 'તે ',
દુનિયાની સમજણ ખોટી છે ;
નાહક વગોવી અમીધારને 'તે'

હૃદય ભીંજાયું નહીં,ને,ફક્ત કર્ણ --
અધિર,ચહે સુણવાને ,શું ઊચ્ચરે 'તે ',
વર્ષા-ધારનો નિનાદ રણઝણાવે ,'તે ' ,
ગર્જન અંબુજનું ,શબ્દ તે જ,સુણાવે 'તે '.

સમજાય તે સમજે ,શબ્દ એ ,
નહીં તો નિરર્થક ગરજી-વરસી રહ્યો 'તે '.
                                 બેલા 10 નવેમ્બર 2018 
                                       12.30. પી.એમ. યુ.એસ.એ.