--------અલ્યા કરહણીયા !
--------વાત્યું તો બહું એ કરી ,
--------ગીતામોં ક્યુ 'તું અરજણને,
--------અધરમ ફેલાય તયેં આવું સું.
--------ચ્યોં હુતો સ્ 'લ્યા કરહણીયા ?
--------ભારતો ય નહી અન્ હામ્ભરતો ય નહી ! ?
--------દનિયા ધરમને નામે ખદબદે સ્
--------મસલમાનને કાફિર નહી જોવતા ,
--------અન્ કીરીસ્તાનીને મસલમાન !
--------બધાં ય બાખડ સ્ ,કરહણીયા !
--------તારાં જાદવો મોં ય ચ્યોં શોંતિ સ્ ?
--------કાકો ભતરીજો બાઝ સ્ સત્તા હાટુ !
--------બાયું બેનું ના શીળ લુંટાય સ્ ,
--------દલિત ન મારી મારી ન્ મોત આલ સ્ ,
--------અજુ ય અધરમ નહી આયો ,કરહણીયા ! ?
--------તાર મન કરયુગ ચોણે આવશી ?
--------બહુ કરી બાપ ! "બેલા" ઊભી ન્ ઊભી હરગે સ્ ,
--------અમ તો હામું જો ,! 'લ્યા કરહણીયા ! ! !
બેલા-૩૧ જાન્યુઆરી૨૦૧૭
૮.૩૦.એ.એમ.\યુ.એસ. એ .