Pages

Showing posts with label ઓ કાન્હા... Show all posts
Showing posts with label ઓ કાન્હા... Show all posts

ઓ કાન્હા!



દિલ તડપી તડપી ને કાળું થયું .
તારી યાદમાં બેસુમાર બાવરું થયું.

ક્યારે ફરી સૂણવા મળશે તારી વાંસળી?
--જેનાથી મન નાચતું થયું!

  હૈયામાં ખીલી વસંત,અને ગુંજન થયું.
  ફોરમ ફોરી,ને જીવન સુમન-ભર્યું થયું 

  પણ હાય !સૂરની સરવાણી સુકાઈ 
  અને મન --રણ થયું 
ફૂલોની ખુશ્બૂ ગઈ ને 'બેલા' નું ઠુંઠું  થયું.

                                         બેલા 
                                           ૩-૧-૨૦૧૨/૯.૩૦.પી.એમ.