Pages

Showing posts with label અરમાન. Show all posts
Showing posts with label અરમાન. Show all posts

અરમાન



    તમારી વાટમાં આંખો પસારી ,તેજ મેં તો ખોયું 
     હવે તમ નયન-દીવડાનો બસ આધાર માંગુ છું.

     તમારી આ ઉપેક્ષાથી,હ્રદય બેસી ગયું મારું,
     હવે ઉરમાં સમાવી લ્યો એવી રાત માંગુ છું.

    તમે મનમીત હતાં ને છો ,અને મનમીત સદા રહેશો,
    તમારી મૈત્રી પામવાને નવો એક રાહ માંગુ છું.

    જિંદગી જાશે વીતી ,તમારી ખોજ કરવામાં 
    હવે તો તુર્ત કિનારો મળે એવી નાવ માંગુ છું.

   વિરહની અગ્નિ-જ્વાલામાં જલીને ભસ્મ થઇ "બેલા"
   હવે તો નિરંતર મિલન ને ખુશીના ગીત માંગુ છું.

   ઉર-ગગનમાં ઘૂમતી વિફળ આશાની વાદળીઓ 
   ફળે ,પ્રભુ પાસે એવાં ,અરમાન માંગુ છું.
                                                    બેલા 
                                                  ૧૧-૯-૧૯૭૪