ક્યાંથી આવ્યાં?ક્યાં જવાનાં ?શું હતાં અને શું થવાના;
કોઈ એ ક્યાં જાણે?
ભેદ-ભરમની વાતો જેવા,આયખા આ માનવનાં.
પૂર્વ જન્મનાં પાપ પહોચ્યાં,આ જન્મનાં પુણ્ય બટોર્યા
નવા જન્મમાં સંચિત કર્મો,પ્રારબ્ધ બની બેસવાના --ભે-ભરમની.........
કોણે જોયાં જન્મ ચકડોળને? ને કોણે માણ્યાપાપ-પુણ્ય ફળ
પહેલું બીજ કે પહેલું વૃક્ષ? એ વાદ બધા વદવાના --ભે-ભરમની.......
સગુણ-નિર્ગુણ ને દ્વૈત-અદ્વૈતના ,ચોકા અલગ અલગ રચાણાં,
સાકાર પૂજન ,નિરાકાર જાપ,સૌ મણકા એક માળાના--ભેદ ભરમની.....
"બેલા"સાલસ જીવન જીવી લે,
છોડી સૌ સરવાળા ,
જન મરણનાં ફેરા માંહી
ચિંતક છો અટવાણા !!!
બેલા
૨૭-૧૧-૧૯૮૭./૧૧.૦૦ પી.એમ.
No comments:
Post a Comment