મારી આંખોમાં કાજળ બનાવીને
તને છુપાવ્યો મેં શ્યામ !
હવે છટકી શકે તો તને જાણું !
પાંપણનાં પલકારા તારાં
પહેરેદાર બન્યાં,
અને બંધ પોપચાં તારાં
કારાગારના તાળાં !
આ જગનાં કારાગારમાં ધકેલીને
તેં મને બહુ દુભવી છે શ્યામ !
હવે તું છોડે તો થાય છુટકારા !
એમ જ
મેં પણ તને બાંધ્યો મારી આઁખડીમાં
હવે તને હું છોડું તો જ
થાય તારાં છુટકારા !
બેલા
૨૯-૩-૨૦૧૨ /૮.૧૫ પી એમ
No comments:
Post a Comment