Pages

Showing posts with label ગોપી અને વાસળી ની વાત. Show all posts
Showing posts with label ગોપી અને વાસળી ની વાત. Show all posts

ગોપી અને વાસળી ની વાત


પૂજ્ય ડોંગરે મહારાજની કથા વાચતા પ્રેણના મળતા લખ્યું છે.

      
ગોપી:કહેને અલી વાંસળી!શાં શાં ને કેવાં રે તપ તે કર્યાં !?
         કે કાના ના અધરામૃતના પાન તે દિન-રાત કર્યાં? !
       
        અલી વાંસળી! કાના ના હોઠ તારા તકિયા થયા, 
        ને હાથ તો  વળી ગાદલા, આંખોએ દાસી થઇ પાંપણના પંખા ઢાળ્યા!
        નાકની વાળીએ અલી બંસરી !તને તડકામાં છત્ર તો ધર્યા ,
        જમતાં ને રમતાં ,સૂતાં ને જાગતાં  કૃષ્ણ ને પોતાના કર્યાં !?
        કહેને અલી વાંસળી ! શાં શાં ને કેવાં રે તપ તે કર્યાં? 
વાંસળી; કહું શું તુજને રે ગોપી! કહ્યેથી તપ જાય ચિરાઈ,
           તેમ છતાં તું છે અધિકારી ,તો સંતોષું ,વાત કાને ધરાવ.
          ષષ્ટ ઋતુઓના માર સહ્યા ને વળી મારાં બદન કોરાયા ,
           બહુ ગમ ખાધાં ને વેર  ના કીધાં ,પેટ મારાં રાખ્યાં પોલાં
          મારાં પ્રભુને ગમતું હું બોલું ,ના બોલાવે મૌન મેં ધાર્યા 
          કટી એ બાંધી તો યે ના કાંઈ ,ને ફૂંક મારી તો સૂરને વહાવ્યાં.
           ધીરજ ધરીને સમતા રાખી ,ને વેર-ઝેરને જે કોઈ ભૂલ્યાં ,
          મારાં કાનાએ બેલાની માળ પહેરી  તે સૌને અપનાવ્યાં.
                                                                  બેલા
                                                                 ૫-૫-૨૦૧૦/૧.૧૫ બપોરે