આ માનસિક પરિતાપ !
આ અંતરનો આતશ !
આ એકલતાના કારાગૃહમાંથી ;
ક્યારે પામીશ,હે પ્રભુ !
આનંદનો પરિતોષ અને પરિપૂર્તિ ?!
બગીચો થયો સુક્કો ભઠઠ
અને સૂનો પડ્યો મયુરનો ગહેક .
ધરતીમાંથી ઊઠ્યો અંતર દાહ ;
ક્યારે ટળશે આ ઓથારમયી ગમગીની ?!
ક્યારે પામશે "બેલા" પ્રભુ !
આમાંથી મુક્તિ અને આનંદ ની અનુભૂતિ ?
બેલા
૧૫-૩-૨૦૧૨ /૧.૫૦.પી.એમ
No comments:
Post a Comment