સુખુ મેવાડ એક આંખ થી વહે ને બીજી આંખે ભીનું ચિત્તોડ
કે મને શ્યામ ના તે લાગ્યા છે કોડ....
ઘોળીને દખ અમે પીધા છે વખ
કે શ્યામ સંગ જવું પરદેશ
રાણાજી મને ભાવતો નથી તારો દેશ.........
તારા મેવાડ માં રાત અને દિને રે ગિરધાર ગોપાલ મુને સાંભળે.
સાંઢણી ના મોઢે થી કોણ જાણે કેમ મને
સંભળાતી ગાયો ની વામ્ભરે.
દ્વારિકા ના સોના ના અજવાળા હોય ને
મારી અંધારી ઘોર છે રવેશ.....રાણાજી .....
સંતોની સંગ મારે કરવો સત્સંગ
ભલે આંખો મેવાડ રહી જોઈ
હૈયા માં દખ અમે રાખ્યું છે એમ
જેમ સાચવે ઘરેણા કોઈ.....
ચિત્તે તો ક્યારનું છોડ્યું ચિત્તોડ
હવે બાકીમાં ગોપી છે શેષ.....રાણાજી.....
જતિન બારોટ
ઐશ્વર્યા મજુમદારે જે સરસ રીતે ગયું છે....તે દાદ દેવી પડે તેવું છે.....
આલ્બમ નું નામ છે...
હૈયા ને દરબાર.........
નીચેની લિંક પર સાંભળી શકાય.....
down load થાય તેમ નથી.....
No comments:
Post a Comment