હું તો ગઈ મથુરા ,
હું તો ગઈ કાશી ;
તો યે આ મનડું શાને ઉદાસી ?
વૃંદાવનની ગલીઓમાં ઘૂમી ,
કુંજ ગલીની કળીઓને ચૂમી ;
નાગધરા ના કદમની પાસે
ક્યાં યે ના સુણી શ્યામની બંસી----હું તો ગઈ...
ગંગા ઘાટ માં ચરણોને બોળી ,
મણી કર્ણિકાની ચોમેર ફેરી ;
વિશ્વનાથ માં અલખ જગાવી
તો યે "બેલા" પ્યાસી પ્યાસી ---હું તો ગઈ ....
બેલા
૬-૩-૨૦૦૦ /૪.૦૦.પી.એમ
No comments:
Post a Comment