(રાગ- શીવ રંજની )
આંસુના મોતીનો માંડવો ગુંથાવ્યો
ને ઊનાં નિ:શ્વાસોનો ચંદરવો બાંધ્યો ;
દિલનાં ટુકડાનો રોપ્યો છે માણેક-સ્તંભ
હવે તો હરિ ! પહેરાવો હસ્તિદંત .!
હૈયાની આગની વેદી બનાવી
ને શમણાનાં કુંભની ચોરી રચાવી
પલકોની બિછાવી બિછાત
હવે તો હરિ !આવો ઝાલવાને હાથ !
મનનાં પોકારની શરણાઈ વગાડી
ને પ્યારની પાથરી પોહ્ળી પહેરામણી
નામ -મણકાનો ગુંથ્યો છે હાર
હવે તો હરિ ! પુકારો રે કહાર !
સાત પગલાંની વાટડી જોતી
ને અખંડ સૌભાગ્યની આરત કરતી
"બેલા "વ્યાકુળ બની નાખે છે ઝાંવા
હવે હરિ !પ્રગટાવો માંહ્યલાં દીવા !!!
બેલા
૧૬-૮-૧૯૭૪ ૨.૫૦.પી.એમ.
No comments:
Post a Comment