અબખે પડ્યો છે આ જન્મારો,
અવ તો લાલજી આપ ઉગારો !
હૈયાં સગડીમાં બળતો અંગારો ;
નાથ ! હાવાં તો કૈક કરી ઠારો !
સંસારનું જીવતર ,ને જીવતરનો સંસાર ,
એનાં આટાપાટામાં પગ સરક્યો !
આ પર કે પેલી પાર પહોચી શકી ના ;
ને વચ્ચે રહ્યાંનો ટીટીયારો ,
નાથ ! હાવાં તો કૈક કરી ઠારો !
જીવન ઉપવનનાં સુમન સુકાયા ,
ને ઝાંખરાનો વાગ્યો છે કાંટો !
"બેલા" વેલ કયા થડને જઈ વળગે ?
એકે સાબુત નથી સધિયારો !
નાથ ! અવ તો આપ ઉગારો !?
બેલા
૧૬-૧૧-૧૯૯૨ /૧૧.૪૫.એ.એમ
No comments:
Post a Comment