કાન્હાજી તમે ઝૂલો હિંડોળા ખાટ.
સાવ રે સોનાનો ઝૂલો બનાવ્યો ,
હાથી મેના ને પોપટ સાથ ----કાન્હાજી....
રેશમી રજાઈ હીરથી ભરાવી
ઘુઘરિયાળી બિછાત --કાન્હાજી...
કઢિયલ દૂધનાં ભર્યાં વાટકા
પાન-બીડાં એલચી કેસર સાથ -કાન્હાજી ...
માખણ મીસરી ,ભાવતાં ભોજન;
એનાં છુપાવ્યાં છે માટ --કન્હાજી ...
પ્રેમ -ભીની નજરો અને પ્યાર ભર્યું હૈયું
સમાવો "બેલા"નાં દિલની માંહ્ય --કન્હાજી...
કન્હાજી તમે ઝૂલો હિંડોળા ખાટ .
બેલા
૩૦-૩-૨૦૧૨ /૧૨.૧૦.પી.એમ.
No comments:
Post a Comment